અમદાવાદમાં 600 કરોડના વિકાસના કામોને લીલીઝંડી આપતા નીતીન પટેલ
abpasmita.in | 07 Oct 2016 08:39 PM (IST)
અમદાવાદ: અમદાવાદમાં 600 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્યના ડેપ્યૂટી સી એમ નીતીન પટેલ દ્વારા આ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નીતીન પટેલે જણાવ્યું કે જ્યારે કૉંગ્રેસની સરકાર હતી ત્યારે પાલિકાનું બજેટ 400 કરોડનું હતું, જ્યારે આજે માત્ર ત્રણ કલાકમાં 600 કરોડના વિકાસના કામોને લીલીઝંડી આપવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના સમયથી ગુજરાત પ્રથમ કામ કરી રહ્યું છે. કૉંગ્રેસની સરકાર સમયે રાજ્યની તિજેરી ખાલી હતી.