અમદાવાદઃ કૉંગ્રેસના ઉપાધ્યક્ષા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે. આવતા વર્ષે ગુજરાતમં વિધાનસભાની ચુંટણી યોજાવા જઇ રહી છે તે જોતા રાજ્યમાં રાષ્ટ્રીય નેતાઓની અવરજવરનો સિલસિલો ચાલુ થયો છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી બે વખત ગુજરાતના પ્રવાસે આવી ચુક્યા છે તો આમ આદમી પાર્ટીના સંયોજનક અને દિલ્લીના CM અરવિંદ કેજરીવાલ 15 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રાજ્યમાં રાષ્ટ્રીય નેતાઓના પ્રવસાથી રાજકીય ગરમાવો આવી ગયો છે.
અમદાવદ કૉંગ્રેસ પ્રદેશ કાર્યલય ખાતે મળેલી કૉંગ્રેસ પ્રદેશ હોદ્દેદારોની બેઠકમાં કૉંગ્રેસના વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી હતી. કૉંગ્રેસ દ્વારા નવસર્જન આદિવાસી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેની શરૂરાત રાહુલ ગાંધી કરાવશે. તેની શરૂઆત અંબાજીથી શબરીધામ સુધી હશે, 13 દિવસની યાત્રામાં આદિવાસીના અધિકારો પાછા અપાવવા માટે યાત્રા કાઢવામાં આવશે.
આ બેઠકમાં કૉંગ્રેસનું નવુ માળખુ ઉભુ કરવા માટે પણ નક્કી કરવામાં આવ્યું હતું. સંગઠનમાંથી કોઇ હોદ્દેદારોને પડતા નહી મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ નવા હોદ્દેદારોનો સંગઠકનમાં સમાવેશ કરવામાં આવશે. 15 દિવસની અંદર સંગઠનની નવી નિમણૂકોની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. જેમા 8 મહાનંગરોના પ્રમખ અને બાકી રહેલા જિલ્લાના હોદ્દેદારોની નિમણૂકો કરવામાં આવશે.
આ બઠકમાં કૉંગ્રસ પ્રદેશ પ્રભારી ગુરુદાસ કામંથ, પર્દેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, શંકરસિંહ વાઘેલ, સહિતના ટોચના કૉંગ્રેસના નેતા ઉપસ્થિત રહ્યા હતા.