અમદાવાદ: અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી AMTS કંડકટરોની હડતાલને લઈને તંત્રએ લાલ આંખ કરી છે. તંત્રએ AMTSના કર્મચારીઓને છેલ્લી ચેતવણી આપી છે. તંત્રએ કંડક્ટરોને ચેતવણી આપતા જણાવ્યુ છે કે જો 48 કલાકમાં કામ પર હાજર નહીં થાવ તો ખાનગી એજંસીઓની મદદ લેવામાં આવશે અને ખાનગી એજંસીઓનો સ્ટાફ કર્મચારીઓની જગ્યા લેશે.