અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઘરફોડ ચોરી કરતી ગેંગની 5 લાખના મુદ્દામાલ સાથે કરી ધરપકડ
abpasmita.in
Updated at:
01 Oct 2016 09:06 PM (IST)
NEXT
PREV
અમદાવાદ: અમદાવાદના બંધ મકાન માં રાત્રીના સમયે ઘરફોડ ચોરી કરતી ચીકલીગર ગેંગના ત્રણ આરોપીઓ ની સોના ચાંદી દાગીના સહીત 5 લાખના મુદ્દામાલ સાથે ઝડપી શહેરના 16 ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી કાઢ્યો છે. અમદાવાદ ક્રાઇમબ્રાંચે શેરસીંગ ખીચ્ચી , અર્જુનસિંગ ટાંક અને લખાનસિંગ બાવરી આ ત્રણેય કુખ્યાત ઘરફોડ ગેંગ ના સાગરીતોની ધરપકડ કરી છે,આ ગેંગ ગુજરાતમાં સક્રિય છે. ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે 5 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી શહેરની લાખો રૂપિયા ની થયેલી ઘરફોડ ચોરી નો ભેદ ઉકેલી કાઢ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -