અમદાવાદ: રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આજે ભરૂચ અને અકલેશ્વર ખાતે હોસ્પિટલનું ઉદ્દઘાટન કર્યું. આ દરમિયાન રાષ્ટ્રપતિના 3 હેલિકોપ્ટરનો કાફલો ગાંધનગર આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં એક હેલિકોપ્ટરની ટેકનિકલ ખામી સર્જાતા તેનું વડોદરા ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ હેલિકોપ્ટરમાં કોંગ્રેસ નેતા શંકરસિંહ વાઘેલા સવાર હતા. જો કે કોઈ અણ બનાવ બન્યો નથી. આ અગાઉ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ભરૂચની અદ્યતન સેવાશ્રમ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. ઉપરાંત જ્યારે ત્રણ પ્રતિમાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે મહાત્મા ગાંધી, ડૉ. ચંદુલાલ દેસાઇ, છોટુભાઇ પુરાણી સહિતના મહાનુભવોની પ્રતિમાઓનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. દાંડીકુચ દરમિયાન મહાત્મા ગાંધીજીએ જે સ્થળે રોકાણ કર્યું હતું ત્યાં ગાંધી સ્મૃતિ ભવનને તેમના હસ્તે ખુલ્લું મુકવામાં આવશે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે કથાકાર મોરારીબાપુ, રાજ્યપાલ ઓ.પી.કોહલી, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિતના મહેમાનો હાજર રહ્યાં હતાં.