અમદાવાદ: ગત 30મી ના રોજ થોમસ કંપની નો કર્મચારી અંકુર કોટનાની સુરતથી અમદાવાદ આવ્યો હતો જ્યારે પરત સુરત જઈ રહ્યો હતો ત્યારે સીજી રોડ ખાતેથી રીક્ષા ભાડે કરી રેલવે સ્ટેશન ગયો હતો અને ત્યારે ભાડાના પૈસા છુટા ન હોવાથી નજીકની દુકાન માંથી પૈસા છુટા લેવા ગયો એ સમય દરમિયાન રીક્ષા ચાલક ફરિયાદી અંકુર નો થેલો લઇ ને ફરાર થઈ ગયો હતો ત્યારે ફરિયાદીએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં 80 હાજર ડોલર અને 20 હજાર યુરો ચોરી થયા ની ફરિયાદ નોંધાવી હતી.
કાલુપુર પોલીસે તાપસ હાથ ધરી જેમાં ફરિયાદીએ જ્યાથી રીક્ષા ભાડે કરી હતી ત્યાંથી લઈ ને કાલુપુર રેલવે સ્ટેશન સુધીમાં જે જે ટ્રાફિક પોઇન્ટ હતા એ તમામ જગ્યા પર ના સીસી ટીવી ફૂટેજ તપસ્યા જેમાં પોલીસને રીક્ષા તો નજરે પડી પણ રીક્ષા નંબર સ્પ્ષ્ટ ન દેખાયા જેથી પોલીસની મુશ્કેલી માં વધારો થયો હતો, પરંતુ પોલીસે રીક્ષા પર ના વુડ પર જે લખાણ લખ્યું હતું જેના પરથી તપાસ શરુ કરી તો બાતમીદાર આધારે જાણ થઇ કે રીક્ષા વિરાટનગરની છે રીક્ષા માલિકની શોધખોળ કરતા માલુમ થયું કે રીક્ષા અરવિંદ પટણી નામના વ્યક્તિ ને ભાડે આપી છે ત્યારે પોલીસે અરવિંદને સરસપુરથી તમામ મુદામાલ સાથે ઝડપી પડી લીધો હતો.