અમદાવાદ: અમદાવાદ પોલીસ કમિશ્નરના જાહેરનામાને પગલે પ્રતિબંધિત ફટાકડાઓને લઇને પોલીસે ફટકડાની દુકાનો પર તપાસ હાથ ધરી છે. અમદાવાદ પોલીસ કમિશનર એ. કે. સિંઘએ ચાઈનીઝ ફટાકડા પર પ્રતિબંધ લગાવતુ જાહેરનામુ બહાર પાડયું હતું.  જેને લઈને પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરી શહેરના દરિયાપુર વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. આ મામલે વેપારીઓની પુછપરછ કરવામા આવી હતી, પરંતુ પોલીસને કોઈ પણ પ્રતિબંધિત ફટાકડા નથી મળ્યા આવ્યા. દર વર્ષે ચાઈનીઝ ફટાકડાના કારણે આગની ઘટના અને અકસ્માતનુ પ્રમાણ વધતુ હોય છે. જેને ધ્યાનમા રાખીને પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડયુ છે.