અમદાવાદ: કાકરીયામાં ચાલી રહેલી કબડ્ડી વર્લ્ડ કપને લઈને   ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તે હેતુસર બાપુનગર અને કાંકરીયા વિસ્તારમાં પોલીસ કમિશનર દ્વારા નો પાર્કિંગ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કાંકરીયા ફુટબોલ ગ્રાઉંડથી લઈને હનુમાન ટી સુધી 18 ઓક્ટોમ્બરથી 22 ઓક્ટોમ્બર દરમિયાન નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. બપોરના 4 વાગ્યાથી લઈને રાત્રીના 12 વાગ્યા સુધી રોડ પર વાહનો પાર્કિંગ નહી કરી શકાય. બાપુનગર બ્રિજ બનતો હોવાથી બાપુનગર ચાર રસ્તાથી ડી-માર્ટ વાળા  રોડ સુધી નો પાર્કિંગ ઝોન જોહેર કરવામાં આવ્યો છે.