અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠના 63 મો પદવીદાન સમારોહ પ્રાણજીવન છાત્રાલયમાં યોજાયો હતો. જેમા અતિથિ વિશેષ તરીકે ઇતિહાસકાર રામચંદ્ર ગુહા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.વિદ્યાર્થીઓને સંબોધન કરતા ગુહાએ  દલિતો અને આદિવાસીઓને આપવામાં આવેલી અનામતનો ઉલ્લેખ કર્યો હતો. ગુહાએ જણાવ્યું હતું કે, દલિતો અને આદિવાસીઓ પર હાલમાં પણ અત્યાચાર થાય છે. તેને લઇને તેમણે અનામતને સમર્થન આપ્યું હતું. સાથે જ અનામત આંદોલનથી થતી હિંસાને અયોગ્ય ઠેરવી હતી. દલિત અને આદિવાસીઓ માટે અનામત પ્રથા ચાલુ રહેવા જણાવ્યું હતું. રામચંદ્ર ગુહાએ સર્જીકલ સ્ટ્રાઇક પર બોલવાનુ ટાળ્યું હતું.