અમદાવાદ: અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. જેને લઈને તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે જોકે ડોનાલ્ડ ટ્રમ્પ આવે તે પહેલાં અમદાવાદ એરપોર્ટ પર યુએસ એરફોર્સ પ્લેન આવી પહોંચ્યું હતું. જેની તસવીરો સામે આવી હતી.
નોંધનીય છે કે, રવિવારે અમેરિકન સિક્રેટ સર્વિસનાં 18 જેટલા અધિકારીઓએ મોટેરા સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24મી ફેબ્રુઆરીએ અમદાવાદ આવી રહ્યાં છે. જોકે તે પહેલા તંત્ર તરફથી તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
ડેલીગેશનનું પહેલું વિમાન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યું હતું. જેમાં સુરક્ષા સાધનો અને ડેલીગેશનનો જરૂરી સામાન અમદાવાદ એરપોર્ટ પરના કાર્ગો પર ઉતારવામાં આવ્યો હતો જેની તસવીરો સામે આવી હતી.
નોંધનીય છે કે, ટ્રમ્પની સુરક્ષા માટે એસપીજી - એનએસજી કમાન્ડો, અમેરિકી સિક્રેટ સર્વિસનાં ગાર્ડ તેમજ સ્થાનિક પોલીસનો સમાવેશ થાય છે. કંટ્રોલ રૂમ ડીસીપી વિજય પટેલના જણાવ્યા પ્રમાણે, 24 ફેબ્રુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર ‘ગાર્ડ ઓફ ઓનર’થી સ્વાગત કરશે.
ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પહેલાં US એરફોર્સનું પ્લેન અમદાવાદ એરપોર્ટ પર થયું લેન્ડિંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Feb 2020 02:31 PM (IST)
ડેલીગેશનનું પહેલું વિમાન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યું હતું. જેમાં સુરક્ષા સાધનો અને ડેલીગેશનનો જરૂરી સામાન અમદાવાદ એરપોર્ટ પરના કાર્ગો પર ઉતારવામાં આવ્યો હતો
- - - - - - - - - Advertisement - - - - - - - - -