અમદાવાદઃ સમગ્ર દેશમાં ફરી કોરોનાના કેસમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે અને ગઈકાલે કુલ 53 કોરોના કેસ નોંધાયા હતા. અમદાવાદ શહેરમાં પણ ગઈકાલે કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો હતો. અમદાવાદ શહેરમાં ગઈકાલે કોરોના વાયરસના નવા 31 કેસ નોંધાયા હતા.


ફરજીયાત માસ્ક પહેરવું પડશેઃ
અમદાવાદ શહેરમાં આવેલા કોરોના કેસમાં ઉછાળાને જોતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાબદું બન્યું છે. કોરોના સંક્રમણને રોકવા માટે ફરીથી અમદાવાદીઓને ફરજીયાત માસ્ક પહેરવું પડશે. AMCના આરોગ્ય અધિકારી ડૉ. ભાવિન સોલંકીએ આજે આપેલા નિવેદન મુજબ અમદાવાદ શહેરમાં માસ્ક ફરી શરૂ કરવા AMCએ સૂચના આપી દીધી છે. હાલમાં મોટાભાગના લોકો માસ્ક વગર ફરતા હોવાનું AMCનું તારણ છે. આ સાથે સામાજિક અંતરનું યોગ્ય પાલન કરવા પણ આગામી દિવસોમાં AMC ઝુંબેશ શરૂ કરી શકે તેવી વિચારણા કરાઈ રહી છે. તો મહામારીની સ્થિતિ હાલ પણ યથાવત હોવાથી માસ્કનો ઉપયોગ ચાલુ રાખવા AMCએ લોકોને સલાહ પણ આપી છે.


અમદાવાદમાં યોજાયેલી IPLની ફાઇનલ મેચે ચિંતા વધારી, કોરોનાને લઈને સામે આવી આ વિગત


ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. તો બીજી તરફ અમદાવાદમાં યોજાયેલી IPL 2022ની ફાઇનલ મેચે ચિંતા વધારી છે. શનિવારે આવેલા પોઝિટિવ કેસમાં એક દર્દીની હિસ્ટ્રી સામે આવી છે. મણિનગરના સ્થાનિક IPLની ફાઇનલ મેચ જોવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગયા હોવાનું સામે આવ્યું છે. હાલમાં દર્દીને સામાન્ય લક્ષણ હોવાથી હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં હાલમાં કોરોનાના કેસ કાબુમાં હોવાથી ટેસ્ટિંગ યથાવત રાખવામાં આવશે. નોંધનિય છે કે, પ્રતિદિન શહેરમાં 2000 ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. AMC એ પોઝિટિવ આવેલા દર્દીની આસપાસના પ્રેક્ષકોની યાદી તૈયાર કરી છે.


આ પણ વાંચોઃ


સુરત: ગેંગરેપ પીડિતાએ આરોપીઓને લઈને કર્યો મોટો ખુલાસો, નરાધમોએ આ રીતે યુવતીને ફસાવી જાળમાં