લોકસભાની ચૂંટણી વખતે રાહુલ ગાંધીએ યુવા નેતાગીરીને ગુજરાત કોંગ્રેસનુ સુકાન સોંપ્યુ હતું. પ્રભારી તરીકે યુવા સાંસદ રાજીવ સાતવને ગુજરાતની જવાબદારી સોંપી હતી. રાજીવ સાતવ સાથે દેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીને કોંગ્રેસને બેઠી કરનાનું કામ સોંપાયું હતું ણ આ ત્રણેય યુવાઓ નેતાઓ કોંગ્રેસને ગુજરાતમાં મજબૂત કરવામાં ધરાર નિષ્ફળ રહ્યાં છે. આ ત્રણેય નેતાઓના વખતમાં 20થી વધુ ધારાસભ્યોએ પક્ષપલટો કરી કેસરિયો ખેસ ધારણ કરતાં કોંગ્રેસની હાલત અત્યંત નબળી બની રહી છે.
મંગળવારે જાહેર થયાં 8 બેઠકોની પેટાચૂંટણીના પરિણામો પણ કોંગ્રેસ માટે ભારે નિરાશાજનક રહ્યાં છે. આઠેય બેઠકો પર કોંગ્રેસનો રકાસ થતાં હારની નૈતિક જવાબદારી સ્વિકારી અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ મોડી સાંજે હાઇકમાન્ડ સાથે વાત કરીને રાજીનામુ આપવા તૈયારી દર્શાવી હતી. કોંગ્રેસના નબળા ચૂંટણી મેનેજમેન્ટને લીધે હારનો સામનો કરવો પડ્યો છે.