અમદાવાદના કઠવાડા સિંગરવા રોડ પર આવેલી ફેક્ટરીમાં આગ, કોઈ જાનહાનિ નહી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 Nov 2020 06:32 PM (IST)
ફાયર વિભાગની 10 ગાડીએ ઘટનાસ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો.
અમદાવાદ: અમદાવાદના કઠવાડા સિંગરવા રોડ પર આવેલી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. સફલ એસ્ટેટની સ્કાય ઈંક ફેક્ટરીમાં આગ લાગતા દોડધામ મચી હતી. ફાયર વિભાગની 10 ગાડીએ ઘટનાસ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરી આગ પર કાબૂ મેળવી લીધો હતો. સાડીઓ પર ડાઈ બનાવવાની ફેક્ટરીમાં આગ લાગતા દોડધામ મચી હતી. આગ કાબુમાં આવી ગઈ છે અને કોઈ જાનહાનિ નથી થઈ. સફલ એસ્ટેટની સ્કાય ઇન્ક ફેકટરીમાં આગ લાગવાની ઘટના બની હતી. સાડીઓ પર ડાઈ બનાવવાની ફેકટરીમાં આગ લાગી હતી. ફાયરવિભાગની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.