અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાએ (Ahmedabad Corona Cases) ભરડો લીધો છે ત્યારે ટેસ્ટ કરાવવા લાઈનો લગાવતા લોકોની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. હાલ આરટી-પીસીઆર ટેસ્ટીંગના (RT-PCR Test) ખાનગી લેબોરેટરીમાં રૂ. ૮૦૦નો ચાર્જ લેવાાં આવે છે. જે આજે સાંજના ઘટાડીને ૭૦૦ કરાયો છે. જ્યારે પડોશી રાજ્ય રાજસ્થાનમાં આ ચાર્જ હમણાં સુધી રૂ. ૫૦૦નો હતો, તેમાં પણ રૂ. ૧૫૦નો ઘટાડો કરી નવો ચાર્જ સરકારે રૂ. ૩૫૦નો કરી નાખ્યો છે. આમ કરવાથી વધુ ને વધુ લોકો ટેસ્ટીંગ કરાવતા થયા છે અનેતેના બિલમાં પણ તેમને મોટી રાહત મળી રહી છે.

Continues below advertisement

ગુજરાતમાં આરટી-પીસીઆર ટેસના રાજસ્થાન કરતાં બમણા ભાવને લઈ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સવાલ ઉઠાવ્યો છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું, રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકારે આરટીપીસીઆર ટેસ્ટના ભાવ ઘટાડીને 350 રૂપિયા કર્યા છે. ગુજરાતમાંથી તો દેશના પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી છે તેમ છતાં ટેસ્ટિંગ માટે 800થી વધારે રૂપિયા લઈને ગુજરાતીઓને કેમ લૂંટવામાં આવી રહ્યા છે. વિજય રૂપાણી ટેસ્ટિંગના ભાવ 350 રૂપિયા કરે.

ગયા વર્ષે કોરોનાની મહામારી શરૂ થઈ તે ગાળામાં ટેસ્ટીંગ માટેની કીટ મોંઘી હોવાથી આપણે ત્યાં રૂ. ૧૬૦૦ની આસપાસ ચાર્જ હતો, તેસમયે પણ રાજસ્થાને તેમાં મોટો ઘટાડો કર્યા બાદ ગુજરાતમાં પણ ઘટાડો કરાયો હતો.  હાલ ટેસ્ટીંગ માટેની કીટના ભાવ લગભગ તમામ રાજ્યોમાં સરખા છે. થોડોઘણો ટેસ્ટનો ફેર પડતો હશે. તો પછી ટેસ્ટીંગના ચાર્જમાં આટલો મોટો તફાવત કેમ તે પ્રશ્ન સર્વત્ર  પૂછાતો થયો છે.

Continues below advertisement

ઉપરાંત હાલ કોરોનાના કેસોમાં રોજેરોજ વિક્રમજનક વધારો થઈ રહ્યો છે. સંક્રમણને કાબુમાં લેવા આક્રમક ટેસ્ટીંગ, ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટને મહત્તવના ગણવામાં આવે છે. ચેપ લાગ્યો તે દર્દી અગાઉ કોના કોના સંપર્કમાત્ક્યાં ક્યાં આવ્યો હતો, તે ટ્રેસ કરવાની બાબત હવે અઘરી બની ગઈ છે ત્યારે ટેસ્ટીંગની સંખ્યાવધારવાની બાબત ઉપર જ તમામ નિષ્ણાત ડોકટરો ભાર મુકી રહ્યાં છે. આ બાબત ત્યારે જ ક્ય બને જ્યારે ટેસ્ટીંગ માટેના ચાર્જીસ ગરીબ લોકોને પણ પોસાય તેવા હોય. આ સંદર્ભમાં સીટીસ્કેન સહિતના અન્ય ચાર્જીસની પણ સરખામણી કરવા જેવી છે. રાજસ્થાન સરકારે બે દિવસ પહેલા દર ઘટાડાની જાહેરાત કરતી વખતે દાવો કર્યો હતો કે, આખા દેશ આરટી-પીસીઆર ટેસ્ટના દર સૌથી નીચા છે. રાજસ્થાનની જાહેરાત બાદ આજે ૮૦૦ના ૭૦૦ કરાયા છે, જ્યારે  ઘેરબેઠાં કરાવવો હોયતો તેના ૧૧૦૦ના ૯૦૦ કરાયા છે.