અમદાવાદ:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એક દિવસિય ગુજરાતના પ્રવાસે છે, તેઓ આજે અમદાવાદમાં જીએમડીસીમાં સ્વનિધિ યોજનાના લાભાર્થીઓનો સ્નેહમિલન કાર્યક્રમ ઉપસ્થિત રહ્યાં હતા અને Pm મોદીની યોજનાના લાભથી લોકોને અવગત કરાવતા લાભાર્થીઓને સંબોધિત કર્યો હતા.                                                                                                            


કેન્દ્રીય ગૃહ  મંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં પીએમ સ્વનિધિ યોજનાના સ્નેહમિલનન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. લાભાર્થીઓને સંબોધતા અમિતા શાહે જણાવ્યું કે, લાભાર્થીઓને મળીને ખૂબ જ આનંદ થયો. અમિત શાહ આજે જીએમડીસીમાં લાભાર્થીઓને  સંબોધતા પીએમ મોદીની  યોજના અને તેનાથી થયેલા લાભ વિશે વાત કરી હતી


અમિત શાહનું સંબોધન


પીએમ  સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને  સંબોધતા અમિત શાહે જણાવ્યું કે, “સૌથી પહેલી વેક્સિન ભારતે બનાવી,વિનામૂલ્યે દેશવાસીઓને કોરોનાની રસી અપાઈ, વિશ્વનાદેશો ન કરી શક્યા તે મોદી સરકારે કર્યુ,2024થી 2029 સુધી વિનામૂલ્યે અનાજની વ્યવસ્થા,નાના નાના રોજગારના માધ્યમથી ગેરન્ટી વગર લોન આપી,અમદાવાદ મનપાએ દોઢ લાખ લોકોને લોન આપી, 160 કરોડમાંથી ફક્ત 11 લાખનું ધીરાણ જ પાછુ નથી આવ્યુ,લોકોને ડિજીટલ યુગમાં લઈ જવાનું કામ મોદીજીએ કર્યુ,દરેક નાના વેપારીઓને મોદીજીની ગેરન્ટીથી લોન મળે છે,સ્વનિધિથી સ્વરોજગારની યાત્રા દુરદર્શી નેતા જ કરી શકે,સ્વરોજગારથી સ્વાભિમાનની યાત્રા PM મોદી જ કરી શકે, આ યોજના અતર્ગત અત્યાર સુધીમાં 76 લાખ લોકોને લોન અપાઈ છે,અત્યાર સુધીમાં 45 ટકા મહિલાઓએ પણ  લોન લીધી છે.  40 લાખ નાના વેપારીઓ ડિજીટલ પેમેન્ટ સાથે જોડાયા,મોદીજીએ દેશમાં પરિવર્તન કરવાનું કામ કર્યુ,ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં છ લાખ લોકોને લોન મળી છે. ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 5.80 લાખ લોકોને યોજનાઓનો લાભ મળ્યો,મોદીજીએ આત્મનિર્ભર ભારતની મોટી કલ્પના કરી,60 કરોડ ગરીબોનું જીવનસ્તર ઉપર લાવવાનું કામ PMએ કર્યુ છે. વિશ્વકર્મા યોજના થકી નાનામાં નાના વેપારીઓનું ધ્યાન રખાયું,વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓને બે લાખની લોન અપાઈ છે,દરેક વ્યક્તિ સન્માન સાથે જીવે, આત્મનિર્ભર બને તે સંકલ્પ છે.