અમદાવાદ:  કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે અમદાવાદમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કર્યું હતું.  જેમાં રૂપિયા 66 કરોડના ખર્ચે બનેલા સિમ્સ હોસ્પિટલથી હેબતપુર ફ્લાય ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે 5.63 કરોડના ખર્ચે બનેલા થલતેજ અને ગોતામાં સ્વિમિંગ પુલ, જીમનેશિયમ અને ટેનિસ કોર્ટનું પણ અમિત શાહ દ્વારા લોકાર્પણ  કરવામાં આવ્યું હતું.   3 કરોડના ખર્ચે તૈયાર થયેલા વસ્ત્રાપુર રેલવે સ્ટેશન અંડરપાસનું લોકાર્પણ કરાયું હતું. 37.77 કરોડના ખર્ચે થલતેજમાં વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરનું લોકાર્પણ કરાયું અને 163 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત પણ કરાયું હતું.



આ ઉપરાંત અમદાવાદના સોલામાં ઉમિયાધામના શિલાન્યાસ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યુ કે ગુજરાતના વિકાસમાં પાટીદારોનું યોગદાન અનેરુ છે. તેમણે એમ પણ કહ્યુ કે જ્યારે ગુજરાતની ગાથા લખાશે તો પાટીદાર સમાજનું નામ સુવર્ણ અક્ષરે લખાશે.   ત્રિદિવસીય શિલાન્યાસ મહોત્સવનો શુભારંભ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યો છે. 12મી ડિસેમ્બરે ભવ્ય નવચંડી અને 13મી ડિસેમ્બરે શિલાપૂજન થશે. વિશ્વ પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર સમાન ઉમિયાધામ મંદિર અમદાવાદના સોલામાં આકાર લઇ રહ્યું છે. આશરે 1500 કરોડના ખર્ચે ઉમિયાધામનું નિર્માણ થશે.


 અમિત શાહે વધુમાં કહ્યું કે આ ભવ્ય મંદિર જ્યારે બની જશે ત્યારે મને બોલાવજો હું જરૂર આવીશ. અમિત શાહે કોરોનાથી બચવા માટે નિયમોનું પાલન કરવા જનતાને અપીલ કરી હતી. સાથે તેમણે જે લોકોએ કોરોનાની વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી તેઓને બીજો ડોઝ લેવા અપીલ કરી હતી.



દરમિયાન લોકોને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કહ્યું હતું કે પાટીદાર સમાજ શિક્ષિત થયો છે. પાટીદાર સમાજ વૈશ્વિક ભાવના સાથે દૂધમાં સાકર ભળે તેમ ભળી જાય છે. સેવાની વૃત્તિ પાટીદાર સમાજની છે. પોતે કમાવી બીજાને ખવડાવવાની નીતિ છે, પાટીદાર સમાજનો નારો છે, પહેલા મહેનત, પછી વિચાર બનાવો અને કાર્ય સાથે આગળ વધો.


ભારતમાં ઓમિક્રૉનના કેસો વધતા કયા મોટા શહેરમાં કલમ 144 લાગુ કરાઇરેલિયો-સરઘસો કાઢવા પર લાગ્યો પ્રતિબંધ


India Corona Cases: ઓમિક્રોનના ફફડાટ વચ્ચે દેશમાં છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા ?


ઓમિક્રોન સામે બૂસ્ટર ડોઝ કેટલો કારગરબ્રિટિશ સ્ટડીમાં થયો ખુલાસોજાણો રિસર્ચનું શું છે તારણ


બાળકોને વળગ્યું છે ઓનલાઈન ગેમનું વળગણઆ રીતે બચાવોશિક્ષણ મંત્રાલયે જાહેર કરી માર્ગદર્શિકા


અમદાવાદથી દ્રારકા દર્શનાર્થે જતાં પરિવારને નડ્યો અકસ્માતલીંબડી હાઇવે પર કાર વચ્ચે સર્જાયો ભંયકર અકસ્માત, 4 લોકોના મોત