અમદાવાદ: કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહ  ગુજરાત પ્રવાસે છે. અમિત શાહે અમદાવાદમાં 267  કરોડના અલગ-અલગ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. અમદાવાદ આવેલા  કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહે  સાણંદ APMCનું  લોકાર્પણ કર્યું હતું.  સાણંદ સામુહિક આરોગ્ય કેંદ્રના ઓક્સિજન પ્લાન્ટનું પણ અમિત શાહ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે.  કુલ રૂ 4291 લાખના કાર્યોનું અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. 



અમદાવાદમાં  કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ  દ્વારા બોપલ ખાતે આવેલ ઓડા રીડિંગ સેન્ટર ખાતે મુલાકાત લીધી હતી.  નવ નિર્મિત લાઈબ્રેરીનું  અમિત શાહ દ્વારા  લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રીડિંગ સેન્ટર  6.71 કરોડના ખર્ચે બનાવામાં આવ્યું  છે. કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના બોપલ સીટી સિવિક સેંટરનું લોકાર્પણ કર્યું હતું. અન્ય સિવિક સેન્ટર કરતા આધુનિક બનાવવામાં આવેલુ બોપલ સિવિક સેન્ટર આગામી  સપ્તાહથી શરૂ થશે. 4 કરોડ 5 લાખના ખર્ચ સાથે સિવિક સેન્ટર ઉભું કરાયું છે.


અમિત શાહે અમદાવાદમાં 267  કરોડના અલગ-અલગ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. બોપલમાં 6 કરોડ 9 લાખના ખર્ચે બનાવેલી લાઈબ્રેરી, સાબરમતીમાં 21 કરોડ 54 લાખ અને જૂના વાડજમાં 12 કરોડના ખર્ચે બનાવેલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેંટરનું ઉદ્ધાટન કરાયું હતું.   આ ઉપરાંત પશ્ચિમ રેલવે દ્વારા નિર્મિત આંબલી રોડ, ખોડીયાર અને ચાંદલોડિયા રેલવે સ્ટેશન પર યાત્રી સુવિધાઓ અને હેરિટેજ સિટી થીમ સાથે નવનિર્મિત અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશનનું પણ તેઓએ ઇ-લોકાર્પણ કર્યું હતું.


અમિત શાહના ભાષણના મુખ્ય મુદ્દા



  • ગાંધીનગર લોકસભામાં ઔડા દ્વારા 267 કરોડના કામ થવા જઈ રહ્યા છે.

  • ઔડા,AMC અને પશ્ચિમ રેલવે આ ત્રણ સંસ્થાઓ મારા ક્ષેત્રમાં અનેકવિધ કાર્યોના લોકાર્પણ મૂક્યું

  • ઔડા દ્વારા ઘુમા ટીપીમાં 98 કરોડના ખર્ચે 35000 થી વધુ નાગરિકોના ઘરમાં શુદ્ધ પાણી પહોંચશે

  • આવનારા 30 વર્ષ સુધી વસ્તી વધે તેમને પાણીની સમસ્યા ન પડે તેમ આયોજન

  • FSI અને TP પૂરતી મળે તે માટે આયોજન છે

  • 15 ઓવરહેડ ટાંકી અને 100 કિમિ પાણીની લાઇન નાખવામાં આવ્યું

  • બોપલ અને આંબલી ગ્રામ પંચાયત હતી ત્યારે હું ધારાસભ્ય બન્યો

  • એકદમ ધૂળિયા રસ્તા હતા પણ આજે આનંદ છે કે અમદાવાદ ક્યાં સમાપ્ત થયું અને આંબલી ક્યાં શરૂ થયું

  • દેશભરમાં પહેલા નેતાઓની કામગીરીનો અભ્યાસ કર્યો

  • એક જે થતું હોય એ થવા દે અને ઉદ્દઘાટનમાં આવે

  • બીજા એવા હોય જે પોતાના સમયમાં અથાગ પ્રયાસ કરે

  • નરેન્દ્ર મોદી એવા છે કે તેમના ગયા પછી પણ કામનો લાભ નાગરિકોને મળી શકે

  • આંબલી અને ઘુમામાં લોકો નવા રહેવા આવ્યા છે.

  • કોઈ મોટું આંદોલન નહિ છતાં 100 કરોડની યોજના વગર માંગે મળી ગઈ