નવરાત્રિ મહોત્સવના પ્રારંભે ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવશે. આજે ગૃહમંત્રી વિવિધ  કાર્યક્રમમાં અને કાલે પાંચથી છ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સવારે 10 થી 11 વાગ્યા સુધીમાં અમદાવાદમાં ત્રણ કાર્યક્રમ છે. જ્યારે ગાંધીનગર લોકસભા અંતર્ગત આવતા ભાડજ વિસ્તારની પ્રાથમિક શાળા નંબર 1નું લોકાર્પણ કરશે. તો ગોતા વોર્ડમાં દ્વારકેશ એપાર્ટમેન્ટ પાસેના શાકભાજી માર્કેટને પણ ખુલ્લું મુકશે.






સાથે જ સાણંદના કાર્યક્રમ ઉપસ્થિત રહેશે. તો સાંજે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીનું પણ લોકાર્પણ કરશે. જે બાદ GMDC પર રાજ્ય સરકાર આયોજિત વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ 2024નો પ્રારંભ કરાવશે. તો 4 ઑક્ટોબરે એડીસી બેન્કના કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે. જ્યારે 244 કરોડના ખર્ચે માણસામાં નિર્માણ પામનાર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે. અનેક વિકાસ કાર્યોની પણ માણસાને ભેટ આપશે. નવરાત્રિને લઈ પરિવાર સાથે કુળદેવી બહુચર માતાજીના મંદિર દર્શન કરશે અને આરતીનો પણ લાભ લેશે.


અમિત શાહ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ બાદ શાહ ભાડજ વિસ્તારમાં જાહેર સભાને સંબોધશે. બપોરે 1.15 કલાકે શાહ અમદાવાદ જિલ્લાના સાણંદ શહેર નજીક 'કાર્યકર્તા સંમેલન'માં ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકરોને સંબોધિત કરશે. તેઓ શાહીબાગ વિસ્તારમાં અમદાવાદ પોલીસ કમિશનરની નવનિર્મિત કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે.


રાત્રે 9.45 કલાકે કેન્દ્રીય મંત્રી નવરાત્રિ નિમિત્તે શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રાજ્ય સરકાર દ્વારા આયોજિત 'વાયબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવ'ના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે. તેઓ નારણપુરા, સેટેલાઇટ અને પ્રહલાદનગરમાં અન્ય ત્રણ નવરાત્રિ કાર્યક્રમોમાં હાજરી આપશે.


શાહ શુક્રવારે સવારે 10 વાગ્યે ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યા બાદ ગાંધીનગરના અડાલજ ગામ નજીક લોકોને સંબોધિત કરશે. તેઓ ADC બેન્કની 100મી વર્ષગાંઠ પર મહાત્મા મંદિર ખાતે એક કાર્યક્રમમાં પણ હાજરી આપશે. શાહ શુક્રવારે બપોરે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના તળાવો અને બગીચાઓ સહિત અન્ય અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવાના છે.તેઓ ગાંધીનગરના માણસા ટાઉન ખાતે 421 બેડની હોસ્પિટલનો શિલાન્યાસ કરશે અને GMCના અન્ય ઘણા વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યા પછી લોકોને સંબોધશે.