અમદાવાદ : લાલ દરવાજા નજીક AMTSના પૈડા આધેડ મહિલા પર ફરી વળ્યા, ઘટના સ્થળે જ મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Jan 2021 09:36 PM (IST)
અમદાવાદ શહેરમાં લાલ દરવાજાના એએમટીએસ બસ ટર્મિનલ પાસે 62 વર્ષીય મહિલાને બસે અટફેટે લેતા ઘટના સ્થળ પર જ મોત થયું છે.
અમદાવાદ : અમદાવાદ શહેરમાં લાલ દરવાજાના એએમટીએસ બસ ટર્મિનલ પાસે 62 વર્ષીય મહિલાને બસે અટફેટે લેતા ઘટના સ્થળ પર જ મોત થયું છે. પોલીસ દ્વારા પંચનામુ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે . બસ કાલુપુરથી ઉપડી લાલ દરવાજા તરફ આવી રહ્યા હતા. ત્યારે આશરે 4 વાગ્યે લાલ દરવાજા મામલતદાર ઓફિસના વળાંકમાં પ્લેટફોર્મ નં.1 ની સામે સ્નાનાગર જવાના મુખ્ય માર્ગ ઉપર એક રાહદારી મહિલા પસાર થઇ રહી હતી. તેને એએમટીએસ બસે ટક્કર મારી હતી. રાજસ્થાનની મહિલાના પગ પર બસનું ટાયર ફરી વળતા મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મહીલાને ટક્કર વાગતા રોડ ઉપર પડી ગયા હતા . તેમજ બસનું પાછળ ડાબી બાજુનું ટાયર તેમના જમણા પગ ઉપર ફરી જતા સ્થળ ઉપર મૃત્યું થયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.