અમદાવાદ: લોકડાઉન 3 આગળ લંબાશે કે નહીં તેની વચ્ચે અમદાવાદવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એએમટીએસ બસ સર્વિસને લઈનો મોટો નિર્ણય કર્યો છે. ગઈકાલે પીએમ મોદી સાથે મળેલ મુખ્યમંત્રીઓની બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકડાઉનન હટાવવાની માગ કરી હતી ત્યારે અમદાવાદ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે.


અમદાવાદ શહેરમાં સોમવાર એટલે કે 18 મેથી AMTSની કેટલીક બસો શરૂ કરવામાં આવી શકે છે. આ માટે પ્રશાસને તમામ બસ કોન્ટ્રાક્ટરોને બસો તૈયાર રાખવાની સૂચના આપવામાં આવી છે. જોકે સોમવારથી શરૂ થનાર બસ સર્વિસમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે.

18મેથી શરૂ થનાર એએમટીએસની બસ સર્વિસમાં એક બસમાં 27થી 30 લોકોને બેસાડવામાં આવશે. ઉપરાંત રેડજોનમાં હાલમાં AMTSની એક પણ બસ દોડશે નહીં. એક અંદાજ મુજબ શહેરમાં 705 પૈકી 100 જેટલી બસો દોડાવવામાં આવી શકે છે. જોકે શહેરમાં બસ સર્વિસ શરૂ કરતાં પહેલા એક સર્વે કરવામાં આવશે અને એ સર્વે અનુસાર બસની કેટલી ટ્રીપ રાખવી તે અંગે અંતિમ નિર્ણય કરવામાં આવશે.