અમદાવાદઃ AMTS ડ્રાઇવર અને કંડકટરે મેયરના ઘર સામે કર્યું વિરોધ પ્રદર્શન
abpasmita.in | 29 Oct 2016 10:56 AM (IST)
અમદાવાદઃ AMTS ના ડ્રાઇવર અને કંડકટર દ્વારા મેયરના નારણપુરા ખાતે આવેલા જુના ઘર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કર્મચારીઓની માંગ છે કે તેઓને ખાનગી કરણમાંથી કાયમી કરવામાં આવે. છેલ્લા 35 દિવસથી કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે ત્યારે તેઓએ આજે મેયરના બંગલે ઉગ્ર રજૂઆત કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. મેયર લો ગાર્ડન ખાતે રહેતા હોવાથી કર્મચારીઓને નારણપુરા ખાતેના મેયરના ઘરેથી પરત ફરવું પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે અગાઉ મ્યુનિસિપલ કમિશ્નર સહિત અનેક લોકોને આવેદનપત્ર આપી ઠેર ઠેર વિરોધ કર્યો હતો. કર્મચારીઓને એક જ માંગ છે કે, તેઓને કાયમી કરવામાં આવે. કાંકરીયા ઝૂ પાર્કમાં ટિકિટ બારી પર કામ કરતા લોકો પણ લડતમાં જોડાયા હતા.