અમદાવાદમાં નશેડી નબીરાએ આતંક મચાવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, અમદાવાદના વસ્ત્રાપુરના હિમાલય મોલ પાસે નશામાં ચૂર કારચાલકે અકસ્માત સર્જી સ્થાનિકો સાથી ગુંડાગર્દી કરી હતી. પોલીસની હાજરીમાં હાથમાં પથ્થર લઈ દાદાગીરી કરતો જોવા મળ્યો હતો. બેફામ નબીરાનું નામ આકાશ ઠાકોર હોવાનો ખુલાસો થયો છે..પોલીસે આ સંદર્ભે કારચાલક સામે બે અલગ-અલગ ગુના નોંધ્યા છે. જેમાં દારૂ પીને ડ્રાઈવિંગ કરવું તેમજ પબ્લિક સાથે મારામારી કરવાનો પણ ગુનો નોંધ્યો છે.
આકાશ ઠાકોરે અકસ્માતોની હારમાળા સર્જી ગુંડાગર્દી કરી હતી. નશામાં ધૂત આકાશ ઠાકોરે લોકો સાથે મારામારી કર્યાનો આરોપ છે. હાથમાં ઈંટ અને પથ્થર લઈ મારામારી કરવાનો આકાશ ઠાકોર પર આરોપ છે. ટ્રાફિકનું સિગ્નલ બંધ હોવા છતાં નશામાં ધૂત આકાશે અકસ્માત સર્જ્યો હતો. આકાશ ઠાકોરનું હાલ મેડિકલ તપાસ ચાલી રહી છે. પોલીસની હાજરીમાં જ નશામાં ધૂત નબીરાએ આતંક મચાવ્યો હતો. આકાશ ઠાકોર શ્રીનારાયણ બંગ્લોઝમાં રહે છે.
બીજી તરફ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલે હાઈકોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી હતી. કેસમાંથી મુક્ત થવા બાપ-બેટાએ ડિસ્ચાર્જ અરજી કરી હતી. બંનેની અરજી પર આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે. બેફામ કાર હંકારી નવ લોકોના જીવ લેનાર તથ્ય પટેલે કેસમાંથી મુક્ત થવા અનેક ધમપછાડા કર્યા છે પણ હજુ સુધી તમામ જગ્યાએથી તેને ફટકાર જ પડી છે. ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવીને ડિસ્ચાર્જ અરજી કરી જેથી હાલ ચાર્જફ્રેમની પ્રક્રિયા શરૂ નહી થાય.
ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં ચાર્જફ્રેમની કાર્યવાહી ટ્રાલય કોર્ટમાં હજુ પેન્ડિગ છે. તથ્ય પટેલે ઈસ્કોન બ્રિજ પર મધરાતે પૂરપાટ ઝડપે જગુઆર ચલાવી નવ લોકોને કચડ્યા હતા. જ્યારે 13 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 2 વર્ષ પહેલા ઈસ્કોન બ્રિજ પર અકસ્માતના કેસમાં ટ્રાફિક પીઆઈ પોતે ફરિયાદી બન્યા હતા.
અમદાવાદમાં રોગ સાઇડમાં વાહન ચલાવશો તો હવે માત્ર દંડ ભરીને મુક્તિ નહિ મળે પરંતુ આપના વિરૂદ્ધ ટ્રાફિના ઉલ્લંઘનને લઇને ફરિયાદ પણ થશે.અમદાવાદમાં સતત વધતા જતાં ટ્રાફિક અને તેમાં પણ રોંગ સાઇડમાં વાહન ચાલવવાના વલણના કારણે અકસ્માતની સંખ્યા વધી છે. રોંગ સાઇડમાં પૂરપાટ ઝડપે આવતા વાહનોના કારણે અનેક વખત નિર્દોષ અકસ્માતનો ભોગ બને છે. આ સ્થિતિને જોતા અમદાવાદ ટ્રાફિક પોલીસે આ મામલે હવે સખત વલણ અપનાવ્યું છે. ઉલ્લેખનિય છે કે, અમદાવાદમાં વધતાં જતાં અકસ્માતના કારણે હાઇકોર્ટ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસને ટકોર કરી હતી. આ પગલે અમદાવાદ શહેર પોલીસ એક્શનમાં આવી ગઇ છે અને રોંગ સાઇડમાં વાહન ચલાવનાર સામે સખત કાર્યવાહી કરવાનું નક્કી કરાયું છે.