અમદાવાદ: શહેરમાં રખડતા ઢોરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. AMC ની ગુરુવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં ઢોર નિયંત્રણ પોલિસી જાહેર થઈ શકે છે. હવે ઘરે પશુ રાખનાર માલિકોએ પણ લાયસન્સ લેવું પડશે. ઘરે પશુ રાખનાર માલિકોને ત્રણ વર્ષનું લાયસન્સ અપાશે. આ ઉપરાંત પશુ માલિકોએ પશુ દીઠ 200 રૂપિયાની રકમ ચૂકવવી પડશે. કોઈ પણ પશુને શહેરમાં લાવતા અગાઉ મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી લેવી પડશે. બહારથી લાવવામાં આવતા પશુઓની એક માસમાં નોંધણી કરાવવાની રહશે.


બહારથી લાવેલા પશુઓને RFID ટેગ લગાવવાની જવાબદારી સંચાલકોની રહેશે. ઢોર પકડવાની કામગીરી સામે હવે પાછળ દોડતા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જરૂર હશે ત્યાં પશુ પકડવા માટે કેમેરાની આવશક્યતા ઉભી કરાશે. અમદાલાદ શહેરમાં રખડતા ઢોર પર નિયત્રંણ માટે નવી પોલીસી બનાવવામાં આવી છે.  હાઇકોર્ટના આદેશ બાદ amc એ બનાવી નવી પોલીસી બનાવી છે. ઘાસ વેચાણ માટે પણ ફરજીયાત લાયસન્સ લેવાનું રહેશે. શહેરમાં 96 હોટ સ્પોટ જાહેર કરાયા છે. આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાશે સત્તાવાર નિર્ણય લેવાઈ શકે  છે. 


વાપીમાં સ્કૂલ બસે ટક્કર મારતા બે સગા ભાઈઓના કરુણ મોત


વલસાડ જિલ્લાના વાપીમાં ગોજારી ઘટના સામે આવી છે. વાપીમાં બે સગા ભાઈઓને સ્કૂલ બસે અડફટે લીધા હતા. જે બાદ બંન્ને ભાઈઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે.  સ્વામિનારાયણ ગુરુકુલની સ્કૂલ બસે બે બાળકોને અડફટે લઈ અકસ્માત સર્જ્યો હતો. મૃતક બાળકમાં એકની ઉંમર 7 વર્ષની હતી અને બીજાની ઉંમર 16 વર્ષની હતી. વાપીના બલિઠા બનેલા આ અકસ્માતના બનાવને લઈને અરેરાટી મચી ગઈ છે. બાળકોના મોતને લઈને પરિવારમાં માતમ છવાયો છે. 


તલાટી મંત્રીની પરીક્ષાની તારીખ બદલાઈ


 તલાટીની પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજે મળેલી કેબિનેટની બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. તલાટીની પરીક્ષા માટેની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.  તલાટીની જે પરીક્ષા 30મી એપ્રિલના રોજ લેવામાં આવનાર હતી તે હવે 7મી મેના રોજ લેવાશે. આ અંગે વધુમાં ઋષિકેશ પટેલે કહ્યું કે, તલાટીની પરીક્ષામાં સંસાધનો બિન જરૂરી વેડફાય નહિ તેવો નિર્ણય કર્યો છે. તલાટીની પરીક્ષા પહેલા કન્ફેર્મેશન લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઇન્ફર્મેશન નહિ આપનાર ઉમેદવારને પરીક્ષા આપવા દેવામાં નહિ આવે.