Breaking News: તલાટીની પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજે મળેલી કેબિનેટની બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. તલાટીની પરીક્ષા માટેની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.  તલાટીની જે પરીક્ષા 30મી એપ્રિલના રોજ લેવામાં આવનાર હતી તે હવે 7મી મેના રોજ લેવાશે. આ અંગે વધુમાં ઋષિકેશ પટેલે કહ્યું કે, તલાટીની પરીક્ષામાં સંસાધનો બિન જરૂરી વેડફાય નહિ તેવો નિર્ણય કર્યો છે. તલાટીની પરીક્ષા પહેલા કન્ફેર્મેશન લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઇન્ફર્મેશન નહિ આપનાર ઉમેદવારને પરીક્ષા આપવા દેવામાં નહિ આવે.


લોકસભાની તમામ 26 બેઠકો જંગી લીડ સાથે જીતવા ગુજરાત ભાજપનો શું છે પ્લાન ?


 લોકસભાની આગામી ચૂંટણી માટે ગુજરાત સરકાર અને ભાજપ સંગઠન એક્શનમાં આવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ જિલ્લાઓનો પ્રવાસ કરશે.  33 જિલ્લાઓમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ પ્રવાસ કરશે. પ્રદેશ ભાજપ અધ્યક્ષના વન ડે વન ડિસ્ટ્રિક કાર્યક્રમની સફળતા બાદ આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. સંગઠન અને સરકારને જુદા જુદા પ્રશ્નોને વાચા આપીને તાલમેલ વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. લોકસભાની તમામ 26 બેઠક પર વિક્રમી લીડ મેળવવાની રણનીતિના એક ભાગ રૂપે જિલ્લાનો પ્રવાસ કરાશે.


કર્ણાટક ચૂંટણીને લઈ ભાજપે 189 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર


કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ભાજપે મંગળવારે  189 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ પહેલા ગૃહમંત્રી અમિત શાહ મંગળવારે દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક માટે પહોંચ્યા હતા. અરુણ સિંહ, ધર્મેન્દ્ર પ્રધાન, મનસુખ માંડવિયા, બીએલ સંતોષ પણ જેપી નડ્ડાના નિવાસસ્થાને હાજર હતા. બેઠક બાદ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે આજે અમે આગામી કર્ણાટક ચૂંટણી 2023 માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી રહ્યા છીએ.


ભાજપે કહ્યું છે કે નવા લોકોને તક આપવામાં આવી રહી છે. 52 નવા ઉમેદવારો છે. જેમાંથી 32 ઉમેદવારો ઓબીસી, 30 એસસી અને 16 એસટી ઉમેદવાર છે. બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે કહ્યું કે 9 ડોક્ટર્સ, 31 પોસ્ટ ગ્રેજ્યુએટ, 5 વકીલ, 3 એકેડેમિક, 1 IAS, 1 IPS, 3 રિટાયર્ડ ઓફિસર અને 8 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. અરુણ સિંહે કહ્યું કે સીએમ બસવરાજ બોમ્મઈ શિગગાંવથી ચૂંટણી લડશે. પહેલા અહીંથી જીત્યા છે.  બાળાસાહેબ પાટીલ કાગવાડથી ચૂંટણી લડશે. ગોવિંદ કારજોલ મુદુલથી, શ્રીરામુલુ બેલ્લારીથી, મુર્ગેશ નિરાની બિલ્ગીથી ચૂંટણી લડશે.   સીટી રવિને ચિકમગલુરથી ટિકિટ આપવામાં આવી છે. પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાના પુત્ર વિજયેન્દ્ર શિકારીપુરા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે.