Ahmedabad Accident: અમદાવાદમાં વધુ એક અકસ્માત સર્જાયો છે. હેરિયર ગાડીના ચાલકે ત્રણ ગાડીઓ સાથે અકસ્માત સર્જયો છે. બે ગાડીઓને ભારે તો એક ગાડીને સામાન્ય નુકસાન થયું છે. ગાડીની સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાકની હોવાનો પ્રત્યદર્શીએ દાવો કર્યો છે. શેલા વિસ્તારની આ ઘટના છે. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, એક મહિલાને ઇજા થઈ છે.



GJ 38 BE 9113 ગાડીના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. પોલીસે ગાડી શોધી કાઢી હતી, જોકે ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં એક ગાડીની એરબેગ પણ ખુલી ગઈ હતી. અકસ્માત સર્જનારની ગાડી હાલ સ્કાય સિટી ખાતે આવેલા ફ્લોરિસ નામની સ્કીમમાં મળી આવી છે.




સુરતમાં ટ્રાફિક નિયમોના ભંગ કરતા વાહનચાલકોને હવે લોકો જ સબક શીખવાડી રહ્યા છે. સુરતના મોરાભાગળ વિસ્તારમાં એક બાઈક પર છ સવારી જઈ રહેલ યુવકોનો ફોટો પાડી એક નાગરિકે ટ્રાફિક પોલીસના હેલ્પલાઇન નંબર પર મોકલી આપ્યો હતો. પોલીસે તાત્કાલિક આ અંગે તપાસ કરાવી બે જ કલાકમાં બાઈકચાલકને ઝડપી પાડ્યો હતો. પોલીસે જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ કરી આરોપીને જહાંગીરપુરા પોલીસ મથક સોંપી વધુ તપાસ હાથ ધરી છે.લોકો પોલીસને કરી રહ્યા છે મદદ અમદાવાદની તથ્યકાંડની ઘટના બાદ સુરતમાં ટ્રાફિક પોલીસે સ્ટંટ બાજી કે ઓવર સ્પીડિંગમાં વાહન ચલાવતા નબીરાઓ સામે પોલીસ કડક કાર્યવાહી શરૂ કરી છે. તે માટે લોકો પણ પોલીસને મદદ કરે તે હેતુથી ટ્રાફિક પોલીસે હેલ્પલાઇન નંબર શરૂ કર્યો હતો. જે નંબર પર લોકો હવે પોલીસને મદદ કરી રહ્યા છે. શહેરમાં ટ્રાફિક નિયમો ભંગ કરનાર કે સ્ટંટ કરનાર સામે સ્થાનિક લોકો જ તેમનો વીડિયો કે ફોટો પાડી ટ્રાફિક પોલીસને પહોંચાડીને સબક શીખવાડી રહ્યા છે.


એક બાઈક પર છ સવારી નીકળી સુરત પોલીસે જાહેર કરેલા હેલ્પલાઇન નંબર પર અજાણ્યા વ્યક્તિએ એક મોટરસાઇકલ નંબર GJ 05 KE 7305 પર ડ્રાઈવર અને અન્ય 5 વ્યક્તિઓ એમ કુલ-06 વ્યક્તિઓનો સાથેનો વાહનચાલકનો ફોટો મોકલ્યો હતો. તેમાં પોલીસને મોરા ભાગ આગળ સીકોતર માતાના મંદિર પાસેથી મુસાફરી કરતા હોવાનું જણાવ્યું હતું. જેને લઇ પોલીસે તાત્કાલિક આ વાહનચાલક સામે કાર્યવાહી શરૂ કરી હતી.પોલીસે 3 કલાકમાં આરોપીની ધરપકડ કરીપોલીસે જોખમી રીતે બાઈક પર 6 સવારી કરી વાહન હંકારનારને 3 કલાકમાં જ ઝડપી પાડયો હતો. પોલીસને ગત સાંજે 5 વાગે જાણ થયા બાદ રાત્રે 8 વાગ્યા સુધીમાં તેની ધરપકડ કરી લીધી હતી. પોલીસે પહેલાં નંબરના આધારે મો.સા.ના માલિકની ખાતરી કરી તો પહેલા માલિક ગોવિંદભાઈ જોખુભાઈ પ્રજાપતિ જણાતા તેનો સંપર્ક કરતા ગાડી માલિકના પુત્ર ગૌતમ મળી આવ્યો હતો. ત્યારે પોલીસે વાઇરલ 6 સવારીનો ફોટો બતાવ્યો તો ખબર પડે કે મો.સા.તો પિતાએ સાતેક વર્ષ પહેલા ઓલપાડ ખાતેના તેમના મિત્રને વાપરવા આપ્યું છે.આરોપીને જહાંગીરપુરા પોલીસ સ્ટેશન સોંપ્યો.
મિત્ર કનૈયા મંડીની પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે તે મો.સા.પોતાના કલરકામના કારીગર બ્રિજેશ મુનીમ નિષાદ ચલાવે છે.જેથી પોલીસે આરોપી બ્રિજેશ મુનીમ નિષાદ સુધી પહોંચી તેની ધરપકડ કરી તેના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી હતી. પોલીસે આરોપીની વિરુદ્ધ મોટર વિહિકલ એક્ટ મુજબનો જહાંગીરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાવી વધુ તપાસ માટે આરોપીને જહાંગીરપુરા પોલીસ સ્ટેશન સોંપ્યો છે