અમદાવાદ: 9 લોકોને પોતાની ગાડીથી કચડનાર તથ્ય પટેલને લઈને ચોંકાવનારી બાબતો સામે આવી છે. ઇસ્કોન બ્રિજ હિટ એન્ડ રન મામલે અટકાયતનો દોર શરૂ થયો છે. આરોપી તથ્ય પટેલ અને તેમના પિતા પ્રજ્ઞેશ પટેલને સરખેજ sg 2 માં  લઈ જવામાં આવ્યા છે.


પોલીસે તથ્ય સાથે અન્ય આરોપીઓની પણ કરી ધરપકડ




 



હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ પોલીસ તેને મીડિયાથી દૂર રાખી રહી હોય તેવા આરોપ લાગ્યા છે. ટ્રાફિક પોલીસ આરોપીને છાવરવા પ્રયાસ કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. મીડિયાના કેમેરાથી દૂર રાખવા હોસ્પિટલથી બારોબાર ખાનગી રસ્તે પોલીસ તથ્યને લઈ ગઈ હતી. તો બીજી તરફ આ અકસ્માતમાં વધુ એક વ્યક્તિનું મોત થયું છે. જસવંતસિંહ નામના પોલીસ કર્મચારીનું મોત સારવાર દરમિયાન મોત થયું છે. આ સમગ્ર મામલામાં જસવંતસિંહ ફરિયાદ લેવા માટે સ્થળ ઉપર ગયા હતા.


તો બીજી તરફ હત્યારા તથ્ય પટેલના નવાબી શોખના એક બાદ એક વિડીયો સામે આવી રહ્યા છે. તથ્ય પટેલ મોંઘીદાટ ગાડીઓ સાથે વિડીયો શૂટ કરાવવાનો પણ શોખીન છે. 2 મહિના અગાઉ પોતાની યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો અપલોડ કર્યો હતો. 


નબીરા તથ્ય પટેલને બચાવવા માટે તેના પરિવારોએ નાટક શરૂ કર્યું હતું સારવાર આપવાના બહાને તથ્યને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. તથ્યનો બાપ પ્રજ્ઞેશ પટેલ અનેક કેસનો ગુનેગાર છે. તથ્યના પરિવારજનોએ રાત્રે જ નાટક કર્યા હતા. નબીરાનો બાપ જમીન કૌભાંડનો પણ આરોપી છે.


આ અકસ્માતમાં મોતને ભેટેલા મોટાભાગના લોકો બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાના હતા. મોટાભાગના મૃતકો પીજીમાં રહેતા હતા. વાસ્તવમાં કાર-ડમ્પરનો અકસ્માત જોવા ટોળુ એકઠુ થયું હતુ. અકસ્માત સર્જનાર જગુઆર કાર ચાલકનું નામ તથ્ય પટેલ હોવાનો ખુલાસો થયો હતો. અકસ્માત સર્જનાર કારમાં બે યુવક અને એક યુવતી હતા. 


મૃતકોના નામ









અક્ષય ચાવડા- બોટાદ


રોનક- વિહલપરા


 ધર્મેન્દ્ર સિંહ (પોલીસ કોન્સ્ટેબલ),


કૃણાલ કોડિયા-બોટાદ,


અમન કચ્છી-સુરેન્દ્રનગર


અરમાન વઢવાનિયા- સુરેન્દ્રનગર



મૃતકોમાં એક વાસણા સ્કૂલના શિક્ષક કૃણાલ પટેલનો સમાવેશ થાય છે. તે સિવાય એક જ પરિવારના અમન અને અરમાનનું નિધન થયું છે.  પોલીસ કર્મચારી ધર્મેન્દ્રસિંહ અને હોમગાર્ડ જવાનનું અકસ્માતમાં નિધન થયું હતું. 21 વર્ષીય અમન અને બોટાદના અક્ષર ચાવડા અને 23 વર્ષીય કૃણાલનું પણ નિધન થયું હતું. પોલીસ પાસે કડક કાર્યવાહીની ચારેકોરથી માંગ ઉઠી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે જગુઆર કારમાં બે યુવકો અને એક યુવતી પણ હતા. જેઓને પણ ઇજા પહોચી હતી. અકસ્માત બાદ ટોળાએ જગુઆર કારને પાઠ ભણાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કેટલાક લોકો તેને બચાવીને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યારે કારમાં બેઠેલી યુવતી અચાનક ગાયબ થઈ ગઈ હતી. (મૃતકોની તસવીર)




તથ્ય પટેલ પોતાની યુ- ટ્યુબ ચેનલ ચલાવતો હોવાનો ખુલાસો થયો છે. તથ્ય સફેદ જૂઠ નામે યુ-ટ્યુબ ચેનલ ચલાવતો હતો. હાઈફાઈ લાઈફસ્ટાઈલ અને કાર રેસિંગનો પણ શોખીન હતો. તથ્યના આ શોખે 10 નિર્દોષ જિંદગીનો ભોગ લીધો છે. આજના ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ amc એ મહત્વનો નિર્ણય લીધો છે. શહેરના 84 બ્રિજ ઉપર cctv ઇન્સ્ટોલ કરવામાં આવશે. જરૂર પડ્યે સ્પેશ્યલ બજેટની પણ જોગવાઈ કરવાની સૂચના આપવામાં આવી છે. એસજી હાઇવે પર રાજ્ય સરકાર નેશનલ હાઇવેની ખર્ચ અંગેની મંજૂરી મળ્યા બાદ એસજી હાઇવેને પણ આવરી લેવાશે.  amcના ખર્ચે 84 બ્રિજ પર cctv લગાવાશે.