Rain Forecast: આગામી 3 કલાકમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ આગામી 3 કલાકમાં દ્વારકા, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર અને બોટાદમાં પવન સાથે ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા, અમદાવાદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી અને કચ્છમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.



તો બીજી તરફ પાટણ, મહેસાણા,સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.


આગામી 7 દિવસ સૌરાષ્ટ્રના આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી


રાજ્યમાં હજુ પણ આગામી 7દિવસ ભારે વરસાદનો અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી  7દિવસ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગ રાજ્યમાં 7 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદનો અનુમાન છે.  ભારે વરસાદની આગાહીને લઇને માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી  છે. સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે.


 



હવામાન વિભાગના અનુમાન મુજબ  આગામી 7 દિવસની  સુધી ગુજરાતમાં વરસાદની સ્થિતિ .યથાવત રહેશે, આગામી 2 દિવસ ભારે વરસાદ બાદ પણ અન્ય જિલ્લાામાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ યથાવત રહેશે. હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં હજુ પણ સાર્વત્રિક વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. છેલ્લા 7 દિવસથી સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ શહેરમાં એક કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો, રાજકોટ મધ્યમાં બપોરે 1 થી 2 વાગ્યા દરમિયાન એક કલાકમાં 2 ઇંચ વરસાદ પડતાં રસ્તા પાણી પાણી થઇ ગયા, ગત 24 કલાકમાં સૌથી વધુ વરસાદ રાજ્યના જૂનાગઢ જિલ્લામાં નોંધાયો છે. જેમાં માંગરોળ, માળિયા, જામજોધપુર, કેશોદમાં ભારે વરસાદ ખાબક્યો છે.


આજે રાજ્યના 110 તાલુકાઓમાં વરસ્યો વરસાદ


જૂનાગઢના કેશોદમાં આજે છ ઈંચ વરસાદ ખાબક્યો


પોરબંદરમાં આજે ખાબક્યો પાંચ ઈંચ વરસાદ


જૂનાગઢના માંગરોળમાં ખાબક્યો પાંચ ઈંચ વરસાદ


જામકંડોરણામાં આજે ખાબક્યો સાડા ચાર ઈંચ વરસાદ


ભાવનગરના મહુવા, માણાવદરમાં ખાબક્યો 4-4 ઈંચ વરસાદ


જામજોધપુર, ખંભાળિયામાં ચાર-ચાર ઈંચ વરસાદ ખાબક્યો


ઉપલેટામાં સાડા ત્રણ ઈંચ વરસાદ, અમરેલીમાં સવા ત્રણ ઈંચ વરસાદ


વંથલી, ધોરાજી, ગોંડલમાં આજે ખાબક્યો 3-3 ઈંચ વરસાદ


કોટડાસાંગાણી, માળિયાહાટીના, કોડીનારમાં 3-3 ઈંચ વરસાદ


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial