અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે હાલમાં એક ટ્વિટ કર્યું છે. તેમણે રેલવે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોષને સંબોધીને ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું કે, રાજકોટના 80 જેટલા વિધાર્થીઓ રેલવે મારફતે કેરળ પ્રવાસ દરમ્યાન અટવાયા હોવાનું કહ્યું છે. પરત રાજકોટ આવતા સમયે મહારાષ્ટ્રમાં પનવેલ પાસેના અટવાયા હોવાની વાત કરવામાં આવી છે. કોઇ રેલવે ટ્રેક દુર્ઘટના કે ટેકનિકલ સમસ્યાના લીધે રેલવે ડીલે થઈ હોવાનું રેલવે વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત પાણી અને જમ્યા વગર તમામ મુસાફરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ ચિંતામાં હોવાનો શક્તિસિંહે ટ્વીટમાં ઉલ્લેખ કર્યો છે.  


 






શું લખ્યું શક્તિસિંહ ગોહિલે?


રેલવે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબહેન જરદોશ 
@RailMinIndia મને ફરિયાદ મળી છે કે , રાજકોટના 80 જેટલા વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવાસ અર્થે કોચી (કેરળ) થી રેલવે ટ્રેન મારફત પરત રાજકોટ આવતા સમયે મહારાષ્ટ્રમાં પનવેલ પાસેના ગામ નજીક સવાર ના 7 વાગ્યાના એક જગ્યા પર હેરાન થઈ રહ્યા છે. રેલવેના અધિકારી મુસાફરોને સ્વખર્ચે ખાનગી બસ પણ બાંધવા નથી દેતા. પાણી અને જમ્યા વગર તમામ મુસાફરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કોઇ રેલવે ટ્રેક દુર્ઘટના કે ટેકનિકલ સમસ્યાના લીધે ડીલે થવાનું કારણ કહે છે. ત્યાં કોઇ સુનિચ્છિત સમયમાં ટ્રેન ઊપડશે તેવા જવાબ આપતા ના હોવાથી વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ ચિંતા કરી રહ્યા છે.
ટ્રેનનું નામ : TERA OKHA EXPRESS
નંબર : 16338 
તાત્કાલિક યોગ્ય થવા વિનંતી


રાજકોટમાંથી વધુ એક શોકના સમાચાર સામે આવ્યા છે, રાજકોટના જેતપુરમાંથી પીઠડીયાના છેલ્લા રાજવી સાહેબનું આજે નિધન થયુ છે. રાજવી સાહેબના નિધનથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે.




માહિતી પ્રમાણે, આજે સવારે રાજકોટના જેતપુરના રાજવી, જેતપુર સ્ટેટના ચાપરાજ વાળાના વંશજ મહિપાલ વાળા સાહેબનું નિધન થયુ છે. મહિપાલ વાળા સાહેબનું 74 વર્ષની વયે નિધન થયુ છે, આ નિધનના સમાચારથી ભારે શોક ફેલાયો છે. જેતપુરના  (પીઠડીયા) છેલ્લા રાજવી દરબારશ્રી મહિપાલ વાળા સુરગ વાળા સાહેબે આજે સવારે નાદુરસ્ત તબિયતના કારણે અંતિમ શ્વાસ લીધા હતા. રાજવી પરિવાર દ્વારા ધારેશ્વર સ્થિત દરબારગઢ ખાતે મહારાજા સાહેબના પાર્થિવ દેહને બપોરના 4 કલાકે સ્મશાન યાત્રા નીકળશે. મહિપાલ વાળા સાહેબ ભારત સરકારે જાહેર કરેલા જેતપુરના છેલ્લા રાજવી હતા. મહિપાલ વાળા સાહેબે દુંન સ્કૂલ દેહરાદૂન, રાજકુમાર કૉલેજ રાજકોટ તથા સેન્ટ જેવિયર્સ કૉલેજ બૉમ્બેમાં અભ્યાસ કર્યો હતો, આ ઉપરાંત તેઓ વિશ્વવિખ્યાત રાજકુમાર કૉલેજના ૮ વર્ષ સુધી પ્રમુખ પણ રહ્યાં હતાં મહારાજ સાહેબના નિધનથી રાજવી પરિવારની સાથે સાથે જેતપુરમાં પણ ઘેરો શોક ફેલાઈ ફેલાયો છે.