અમદાવાદ: વર્તમાન સમયમાં દીકરા કે દીકરીના લગ્ન માટે યોગ્ય પાત્ર શોધવું તે દરેક માતા પિતા માટે મોટો પ્રશ્ન છે. દરેક સમાજમાં લગ્નને લઈને અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે. લગ્નના પ્રશ્નોને લઈને આજકાલ ઘણી Matrimonial વેસસાઈટ પણ ચાલી રહી છે. જો કે, આવી સાઈટમાં ઘણીવાર છેતરપિંડીનો પણ લોકો ભોગ બનતા હોય છે. એવામાં ઓલ્ડ બોયઝ ઓફ બાલાચડી સૈનિક સ્કૂલ એસોસિએશન દ્રારા એક અનોખુ પગલું ભરવામાં આવ્યું છે. તો શું છે પગલું અને તે કેવી રીતે કામ કરે છે જોઈએ આ અહેવાલમાં.
ઓલ્ડ બોયઝ ઓફ બાલાચડી સૈનિક સ્કૂલ એસોસિએશન દ્રારા મેટ્રોમનિ લગ્ન પસંદગીનો પ્રોગ્રામ યોજાયો હતો. આ એશોસિએશનનો ઉદ્દેશ એ છે કે આ એશોસિએશન સાથે જોડાયેલા માતા પિતાના બાળકોના લગ્ન બાકી હોય તે લોકો એક સાથે આ સ્ટેજ પર મળે અને પોતાની પસંદગીનુ પાત્ર શોધી શકે.
આ પ્રોગામમા આજે 100 જેટલા ઉમેદવારો આવ્યા હતા. OBSSAના જે સભ્યો છે તે કોઈ પણ જ્ઞાતિના હોય તે જોડાઈ શકે છે. જ્ઞાતિનું કોઈ બાધ્ય હતુ નહી પરંતુ OBSSA સિવાયના બહારના કોઈ પણ લોકો આ પ્રોગામમા ભાગ લઈ શકતા નથી. આ એસોસિએશન નેકસ્ટ જનરેશન સુધી પહોચે તે હેતુથી આ કાર્યક્રમનુ આયોજન કરાયુ હતુ.
શાહીબાગના સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે આ પ્રોગામનુ આયોજન કરાયુ હતુ. વર્ષ 2015મા પહેલી વખત આ પ્રોગામનું આયોજન કરાયુ હતુ અને ત્યારબાદ વર્ષ 2023માં આયોજન કરાયું છે.