અમદાવાદ: જૂહાપુરામાં રહેતા અને ગુજરાત ઈલેક્ટ્રિ્સીટી બોર્ડના નિવૃત અધિકારી મહેબુબ ખોખરનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયુ છે. મહેબૂબ ખોખર તેમની પત્ની અખ્તર બેગમ પુત્ર ઈમરાનને મળવા માટે ન્યૂઝીલેન્ડ ગયા હતા. જુમ્માની નમાજ માટે મસ્જિદ ગયા અને અંધાધુંધ ગોળીબાર થયો હતો. જેમાં મહેબૂબભાઈને ગોળી વાગી હતી. ઓથોરિટીએ ગંભીર હાલતમાં તાત્કાલિક સારવારઅર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે મહેબુબ ખોખર ગુજરાત ઈલેક્ટ્રીસીટી બોર્ડમાં ડેપ્યૂટી એન્જિનિયરની પોસ્ટ પર હતા. 5 વર્ષ પહેલા જ તેઓ નિવૃત થયા હતા. પુત્ર ઈમરાને માતા-પિતાને મળવા માટે ન્યૂઝીલેન્ડ બોલાવ્યા હતા. જેથી બે મહિના પહેલા મહેબુબ ખોખર તેમની પત્ની સાથે ન્યુઝીલેન્ડ ફરવા ગયા હતા.

ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં બે મસ્જિદોમાં આવેલા ઈમિગ્રન્ટ્સ પર શુક્રવારની નમાજ પહેલા ભયાનક હુમલો થયો હતો. કોઈપણ દેશમાં થયેલો આ પ્રકારનો આ ભયાનક વંશીય હુમલો છે. હુમલાખોર વ્હાઈટ સુપ્રીમસીની વાત કરતાં પહેલા અલ નૂર મસ્જિદમાં ઘૂસી ગયો હતો. દરવાજો બંધ કરીને બોલ્યો પાર્ટી શરૂ ! પછી ગોળી વરસાવાની શરૂ કરી તેમાં 49 લોકો માર્યા ગયા અને 40 લોકો ઘાયલ થયા હતા.

ન્યુઝિલેન્ડમાં થયેલા હુમલામાં કેટલાક ગુજરાતીઓ લાપતા, સરકારે માંગી માહિતી, જુઓ વીડિયો


ન્યુઝિલેન્ડ હુમલામાં વડોદરાના પિતા-પુત્ર લાપતા, પરિવારે શું કરી રજૂઆત? જુઓ વીડિયો