અમદાવાદ: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખતા શુક્રવારથી ગુજરાતના ચાર દિવસના પ્રવાસે છે. ત્યારે આજે સાંજે આઠ કલાકે અરવિંદ કેજરીવાલ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર કેજરીવાલે પત્રકારો સાથે વાત કરતા ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર પ્રહાર કર્યા હતા. મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું રેલીમાં વિધ્ન પહોંચાડવા અમિત શાહ કરી રહ્યા છે ષડયંત્ર. કેજરીવાલ રાત્રિ રોકાણ મહેસાણામાં કરશે. ત્યારબાદ તેઓ સુરતમાં જાહેરસભા સંબોધશે.
કેજરીવાલ મહેસાણામાં પોલીસ દમનમાં મૃત્યુ પામેલા પાટીદાર યુવાનોના પરિવારને મળી આશ્વાસન આપશે અને પાટીદારોની કુળદેવી ઊંઝા ઉમિયા મંદિરે જશે. પાટીદારોનો ફાયદો લેવા આગામી 2017ની વિધાનસભાની ચૂંટણી પૂર્વે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મહેસાણામાં પ્રથમ રાજકીય મુલાકાતે રાજકીય ગરમાવો સર્જયો છે. સાથેજ સુરત અને અમદાવાદમાં કેજરીવાલના વિરોધમાં પોસ્ટરો લગાડવામાં આવ્યા છે.