અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા 2થી 4 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે આ આગાહીને પગલે રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને ભરુચ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બનાસકાંઠામાં આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. કમોસમી વરસાદ આવે શક્યતા છે. તંત્ર દ્વારા ખેડૂતો તેમજ માર્કેટ યાર્ડના વેપારીઓને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.


અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. માવઠાની આગાહીના પગલે વાતાવરણમાં પલટો આવ્યો છે. ૧.૨૫ લાખ હેકટર પાક પર ખતરાની શક્યતા છે. આ ઉપરાંત સાબરકાંઠા જીલ્લાના વાતાવરણમાં વહેલી સવારે પલટો આવ્યો છે. હવામાન વિભાગની આજથી બે દિવસ જીલ્લામાં કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે હિમતનગરમાં વહેલી સવારથી આકાશ વાદળોથી ઘેરાયું હતું. હિમતનગરમાં ધુમ્મસ જેવું ધુંધળું વાતવરણ સર્જાયું છે.

ભરૂચમાં જિલ્લાભરમાં બે દિવસથી વાદળછાયું વતાવરણ સર્જાયું છે. જિલ્લાભરમાં ત્રણ દિવસના કોલ્ડવેવ બાદ વાદળછાયું વતાવરણ સર્જાયું છે. આકાશમાં સુરજની સંતાકુકડી રમતા દ્રશ્ય સર્જાયા છે.