Australian PM Anthony Albanese Gujarat Visit: ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની એલ્બનીઝ ગુજરાત મુલાકાતે આવ્યા છે. એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું.  તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધી આશ્રમની મુલાકાલ લશે અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ આપી.

  


ગાંધી આશ્રમની વિઝિટર બુકમાં શું લખ્યું


ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ ગાંધી આશ્રમમાં વિઝિટર બુકમાં સંદેશ લખ્યો. તેમણે લખ્યું, 'ગાંધી આશ્રમની મુલાકાત લઈ ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવી લેવી એ મારા માટે ગર્વની વાત છે. આજે પણ એમનું જીવન દર્શન અને જીવનના મૂલ્યો વિશ્વને પ્રેરણા આપે છે. તેમના જીવનમાંથી ઘણું બધું શીખવાનું છે' પીએમ એન્થોનીને ઓસ્ટ્રેલિયાના સંશોધક થોમસ વેબર દ્વારા લિખિત ' ધ સોલ્ટ માર્ચ ' પુસ્તક આપવામાં આવ્યું હતું.






અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9 માર્ચથી ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચનો પ્રારંભ થશે. આ મુકાબલો નિહાળવા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી પણ આવશે. બંને દેશના પીએમ સાથે બેસીને મેચ નીહાળશે. પીએમ મોદી આવતીકાલે રાત્રે અમદાવાદ આવશે. મેચ પહેલા પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 8 માર્ચથી 13 માર્ચ સુધી સમગ્ર શહેરમાં નો ડ્રોન ફલાય ઝોન રહેશે.


રિપોર્ટ અનુસાર પ્રથમ દિવસે એક લાખથી વધુ લોકો ટેસ્ટ મેચ જોવા આવી શકે છે.  આ પહેલા, કોઈપણ ટેસ્ટમાં એક જ દિવસમાં સ્ટેડિયમમાં પહોંચનારા દર્શકોની મહત્તમ સંખ્યા 91,112 છે. આ રીતે અમદાવાદ ટેસ્ટ દર્શકોની દ્રષ્ટિએ નવો રેકોર્ડ બનાવી શકે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 4 ટેસ્ટ મેચોની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ બુધવારથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.


સ્ટેડિયમ ફેરવાયું પોલીસ છાવણીમાં


અમદાવાદ શહેરમાં યોજાનારી ટેસ્ટ મેચ અગાઉ સ્ટેડિયમ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. યુવાનોમાં ભારત અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ માટે ભારે ઉત્સાહ છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા નો ડ્રોન ફલાય ઝોન જાહેર કરાયો છે. BRTS અને મેટ્રોની ફ્રિકવનસીમાં પણ વધારો કરાયો છે. સ્ટેડિયમમાં VVIP બંદોબસ્તના પગલે બેરીકેટિંગ કરવામાં આવ્યું છે. 5000 થી વધુ પોલીસ કર્મચારીઓ સ્ટેડિયમની બહાર ફરજ ઉપર હાજર રહેશે.


ભારત 2-1થી છે આગળ


આ ટેસ્ટ શ્રેણીમાં અત્યાર સુધી રમાયેલી 3 ટેસ્ટ મેચોમાંથી જ્યાં ભારતીય ટીમે પ્રથમ 2 મેચ જીતી હતી, ત્યાં ઓસ્ટ્રેલિયાની ટીમે ત્રીજી ટેસ્ટ મેચ 9 વિકેટે જીતીને શ્રેણીમાં શાનદાર વાપસી કરી હતી.


સ્ટેડિયમની વિશેષતા



  • મોટેરા વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, જેમાં 1 લાખ 10 હજાર દર્શકોની બેસવાની ક્ષમતા છે.

  • આ સ્ટેડિયમ 63 એકરમાં બનાવવામાં આવ્યું છે. સ્ટેડિયમમાં ચાર ડ્રેસિંગ રૂમ અને ત્રણ પ્રેક્ટિસ મેદાન છે.

  • તેમાં ઇન્ડોર અને આઉટડોર બંને પ્રેક્ટિસ માટેની સુવિધાઓ છે.

  • અહીંની ડ્રેનેજ સિસ્ટમ એટલી આધુનિક છે કે વરસાદ બંધ થયાના અડધા કલાક પછી જ મેચ શરૂ થઈ શકે છે.

  • દેશનું આ પહેલું સ્ટેડિયમ છે જ્યાં ખાસ એલઇડી લાઇટ્સ પણ લગાવવામાં આવી છે.