અમદાવાદઃ પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી (પીડીપીયુ) અને ગેસ ટેક્નોલોજી ઈન્સ્ટિટ્યુટ (જીટીઆઈ) દ્વારા ‘ભારતમાં કુદરતી ગેસ ઉદ્યોગો – પડકારો અને તકો’ વિષય પર વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપને ખુલ્લો મુકતા પીડીપીયુનાં ડાયરેક્ટર એસપીટી પ્રો. સુભાષ શાહે જણાવ્યું હતું કે ‘આ વર્કશોપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગેસ વપરાશનો દર હાલનાં 6.5 ટકાથી વધારીને 15 ટકાનું જે સ્વપ્ન છે તેને ગતિ આપવામાં સહાયક સાબિત થશે.’


વાંચોઃ પુલવામા હુમલા બાદ ગુજરાતના કયા ક્રિકેટ એસોશિયેસને પાકિસ્તાનનું નામ હટાવ્યું, જાણો વિગત

આ વર્કશોપમાં પીએનજીઆરબીનાં મેમ્બર (આઈએન્ડટી) એસ રથે પોતાનાં મુખ્ય પ્રેઝન્ટેશનમાં ગેસ ઉદ્યોગ અંગેની વિષદ છણાવટ કરી હતી. તેમણે ‘ભારતીય ગેસ ઉદ્યોગનું સમગ્ર ચિત્ર અને હાલના દરજ્જો’ વિષય પર વક્તવ્ય આપ્યું હતું. તેમણે ડીજીએચની મહત્તમ નફાને બદલે મહત્તમ ઉત્પાદન કરવાની નીતિની પણ વાત કરી હતી. ભારતમાં ગેસ ઉર્જાનો હિસ્સો માત્ર છ ટકાનો છે, જ્યારે તેની વૈશ્વિક સરેરાશ 24 ટકાની છે. ગુજરાતમાં ગેસનો સરેરાશ વપરાશ 26 ટકાનો છે, જે વૈશ્વિક સરેરાશથી ઊંચો છે.

વાંંચોઃ INDvAUS: રવિવારે પ્રથમ T20, જાણો કેટલા વાગે કઈ ચેનલ પરથી થશે ટેલિકાસ્ટ

પીડીપીયુની સ્કૂલ ઓફ પેટ્રોલિયમ ટેકનોલોજીનાં પ્રોફેસર ડો. અનિરબિંદ સરકારે વેબ આધારિત સર્વે પધ્ધતિ – મંકી સર્વેની વાત કરી હતી. તેમના રિપોર્ટમાં 12 જુદી ગેસ કંપનીઓનાં દૃષ્ટિકોણોને પણ દર્શાવાયા હતાં. તેમણે જણાવ્યું હતું કે, ‘અમે આપણા અર્થતંત્રને ગેસ આધારિત કરવા માંગીએ છીએ. ગેસનો વપરાશ ઉદ્યોગનાં મોટાભાગનાં તમામ ક્ષેત્રોમાં થાય છે. આપણા દેશમાં પૂર્વ ભારતમાં પૂરતો ગેસ સપ્લાય પડકાર છે અને કુદરતી ગેસની કિંમત પણ પડકાર છે.’