અમદાવાદ:  અમદાવાદના એલિસબ્રિજની બેંક ઓફ બરોડાના લોકરમાંથી એક કરોડથી વધુની ચોરીના કેસમાં પોલીસે બેંકના પટ્ટાવાળા અને તેની પત્નીની ધરપકડ કરી છે.  એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં બેંક ઓફ બરોડાના લોકરમાંથી સોનાના દાગીના, વિદેશી કરન્સી, રોકડ રકમ મળી કુલ એક કરોડથી વધુની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. 




જેમાં પોલીસે ફરિયાદના આધારે બેંકના પટ્ટાવાળાની ધરપકડ કરીને તેની પૂછપરછ કરી હતી.  પૂછપરછમાં બેંકના પટ્ટાવાળાએ પોતાની પત્નીની મદદથી બે લોકરવાળી ચાવી બનાવી હતી  અને બાદમાં લોકરમાંથી એક કરોડથી વધુની ચોરીને અંજામ આપ્યો હતો. જો કે તેની આ જ ચોરીનો પર્દાફાશ થયો.   એલિસબ્રિજ પોલીસે આરોપી પટ્ટાવાળા અને તેની પત્નીની ધરપકડ કરીને ચોરી કરાયેલો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 


મોરબીમાં વિધર્મી યુવકે યુવતી સાથે બાંધ્યા શરીર સંબંધ


રબીમાં સગીરાને ખોટું નામ આપી વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી.  યુવકે અશોક નામ આપી યુવતી સાથે પાંચ વર્ષ પહેલા વાતચીત શરુ કરી હતી. બાદમાં ઈન્દિરાનગર વિસ્તારમાં બળજબરીથી શરીર સંબંધ બાંધ્યા હતા અને માતા અને ભાઈને પણ મારી નાખવાની અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી અવનારવાર દુષ્કર્મ આચર્યું હતું. જો કે બાદમાં યુવતીને ખબર પડી કે યુવકનું નામ આશીફ મામદભાઈ મકરાણી છે. જેને લઈ યુવતીએ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોસ્કો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


ઝારખંડમાં શ્રદ્ધા જેવો હત્યાકાંડ, પતિએ પત્નીના ટુકડા કરીને ફેંકી દીધા


ઝારખંડના સાહિબગંજ જિલ્લામાં દિલ્હીની શ્રદ્ધાની હત્યા જેવો મામલો સામે આવ્યો છે. એક વ્યક્તિએ તેની બીજી પત્નીની હત્યા કરી અને તેના શરીરના ઘણા ટુકડા કરી નાખ્યા. કેસની વધુ વિગતો આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "સાહિબગંજની 22 વર્ષની આદિવાસી મહિલાના મૃતદેહના 12 ટુકડાઓ મળી આવ્યા છે. મૃતદેહના માથા સહિત કેટલાક ભાગોની હજુ પણ શોધ ચાલી રહી છે. આરોપી પતિ દિલદાર અંસારીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે, મૃતક તેની બીજી પત્ની હતી." પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે (17 ડિસેમ્બર) સાંજે 6 વાગ્યે સાંથલી મોમીન ટોલા વિસ્તારમાં એક જૂના મકાનમાંથી એક મહિલાનો મૃતદેહ ટુકડાઓમાં મળી આવ્યો હતો. આરોપી મહિલાને લગ્નના બહાને લઈ આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.