Ahmedabad Colour Merchant Bank Scandal: અમદાવાદમાં વધુ એક મોટા બેન્ક કૌભાંડથી સમગ્ર બેન્કિંગ ક્ષેત્ર હલી ગયુ છે, અમદવાદની કલર મર્ચન્ટ બેન્કમાંથી આ મસમોટું કૌભાંડ સામે આવ્યુ છે. અહીં એક કરોડ 3 લાખની લૉન લઇને રૂપિયાને સગેવગે કરાયા છે, આ મામલે હાલમાં બેન્કના મેનેજર, ચેરમેન અને એજન્ટ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 


માહિતી પ્રમાણે, અમદાવાદમાં કલર મર્ચન્ટ બેન્કનું વધુ એક મોટુ કૌભાંડ પ્રકાશમાં આવ્યુ છે. કલર મર્ચન્ટ બેન્કમાંથી ખોટા દસ્તાવેજના આધારે લૉન લેવામાં આવી છે, અને બાદમાં તેના રૂપિયા સગેવગે કરાયા હોવાની વાત સામે આવી છે. આ મામલે બેંકના જનરલ મેનેજર કિન્નર શાહ, ચેરમેન બિમલ પરીખ અને એજન્ટ ચિંતન શાહ અને દિનેશ દેસાઈ વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 


ઘટના એવી છે કે, ફરિયાદીના મકાન પર મોર્ગેજ લૉન લેવામાં આવી હતી, અને બાદમાં મરિયાદીને રૂપિયા ચૂકવવામાં આવ્યા ન હતા, આ સમગ્ર મામલામાં ફરિયાદી અને તેમની પત્નીના નામે લૉન લેવા માટે બનાવટી કંપનીઓ ઉભી કરાઇ હતી, અને આના દ્વારા એક કરોડ ત્રણ લાખની લૉન મેળવવામાં આવી હતી. એટલું જ નહીં ફરિયાદીના નામના બનાવટી આઇટી રિટર્ન અને બીજા કેટલાય દસ્તાવેજો બનાવવામાં આવ્યા અને લૉનના રૂપિયાને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે હાલમાં આર્થિક ગુના નિવારણ શાખાએ ફરિયાદ દાખલ કરીને આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.


 


લોન રિકવરીના નામે એજન્ટોની મનમાની હવે નહીં ચાલે


સમય સમય પર, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા લોનની વસૂલાત માટે બેંક એજન્ટોના કૉલ્સને રોકવા માટે કડક નિયમો લાવે છે. RBI દ્વારા પ્રસ્તાવિત નિયમો અનુસાર, જો ગ્રાહક સમયસર લોન EMI ચૂકવતો નથી, તો પણ લોન રિકવરી એજન્ટ સવારે 8 વાગ્યા પહેલા અને સાંજે 7 વાગ્યા પહેલા લોન લેનારને ફોન કરી શકતા નથી.


આઉટસોર્સિંગથી નાણાકીય સંસ્થાઓની જવાબદારી ઓછી થતી નથી


ઈકોનોમિક ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ મુજબ, ભારતીય રિઝર્વ બેંકે એમ પણ કહ્યું છે કે નાણાકીય સંસ્થાઓ દ્વારા કોઈપણ કામનું આઉટસોર્સિંગ કર્યા પછી પણ તેમની જવાબદારી સમાપ્ત થતી નથી. તે ગ્રાહકો પ્રત્યે સમાન રીતે જવાબદાર છે. આ સાથે આ ડ્રાફ્ટમાં RBIએ ડાયરેક્ટ સેલ્સ એજન્ટ્સ, ડાયરેક્ટ માર્કેટિંગ એજન્ટ્સ અને રિકવરી એજન્ટ્સ માટે નિયમો બનાવવાની વાત કરી છે. આ નિયમ જાહેર, ખાનગી અને NBFC ત્રણેયને લાગુ પડવો જોઈએ. આ સાથે આરબીઆઈએ કહ્યું છે કે રિકવરી એજન્ટ્સને તાલીમ આપવી જોઈએ કે લોન વસૂલતી વખતે ગ્રાહક સાથે ક્યારે અને કેવી રીતે કોલ અથવા મેસેજ પર વાતચીત કરવી.


દેવાદારોને ધમકાવી શકતા નથી