નોંધનીય છે કે, આગામી 3 નવેમ્બરે 8 વિધાનસભાની પેટાચૂંટણી આવી રહી છે, ત્યારે તેમના આ નિવેદનને ખૂબ જ સૂચક માનવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે, કોરોના પોઝિટિવ આવતાં તેઓ 101 દિવસથી સારવાર હેઠળ હતા. 51 દિવસ વેન્ટિલેટર સહિત 101 દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ કોરોનાને હરાવીને ભારત જ નહીં, પરંતુ એશિયામાં સૌથી વધુ દિવસ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ડિસ્ચાર્જ કરાયા છે.
તેમને 22મી જૂને વડોદરા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કોરોના અને અન્ય બિમારીની સારવાર બાદ ભરતસિંહની તબિયતમાં સુધારો થતાં તેમને ICUમાંથી જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. ભરતસિંહને કોરોનાની સાથે બીજી બીમારીઓ પણ હોવાથી તેમને સાજા થવામાં બે મહિનાનો સમય લાગ્યો છે. માત્ર એટલું જ નહીં, સતત સારવારને કારણે તેમનું શરીર પણ નબળું પડી ગયું હતું અને એક તબક્કે તેમને ઓળખવા પણ મુશ્કેલ બની ગયા હતા. ત્યારે તેમની ફિઝિયોથેરપી સારવાર કરાઈ હતી.