અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીને આજે 101 દિવસ બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. કોરોના પોઝિટિવ આવતાં તેઓ 101 દિવસથી સારવાર હેઠળ હતા. 51 દિવસ વેન્ટિલેટર સહિત 101 દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ કોરોનાને હરાવીને ભારત જ નહીં, પરંતુ એશિયામાં સૌથી વધુ દિવસ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ડિસ્ચાર્જ કરાયા છે.
તેમને 22મી જૂને વડોદરા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કોરોના અને અન્ય બિમારીની સારવાર બાદ ભરતસિંહની તબિયતમાં સુધારો થતાં તેમને ICUમાંથી જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. ભરતસિંહને કોરોનાની સાથે બીજી બીમારીઓ પણ હોવાથી તેમને સાજા થવામાં બે મહિનાનો સમય લાગ્યો છે. માત્ર એટલું જ નહીં, સતત સારવારને કારણે તેમનું શરીર પણ નબળું પડી ગયું હતું અને એક તબક્કે તેમને ઓળખવા પણ મુશ્કેલ બની ગયા હતા. ત્યારે તેમની ફિઝિયોથેરપી સારવાર કરાઈ હતી.
નોંધનીય છે કે, આ પહેલા ઓગસ્ટના ત્રીજા અઠવાડિયામાં ભરતસિંહ સોલંકીની તબિયત અત્યંત ખરાબ હોવાના દાવા સાથે એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં ભરતસિંહ સોલંકી બિલકુલ ઓળખાય નહીં એવી સ્થિતીમાં દેખાઈ રહ્યા હતા. ભરતસિંહના શરીરમાં ઠેર ઠેર નળીઓ લગાવેલી હતી અને ફિઝિયોથેરાપિસ્ટ તેમને હાથ ઉંચા કરીને કસરત કરાવી રહ્યા છે એવું દેખાતું હતું. આ વીડિયો વાયરલ થતાં કોંગ્રેસનાં વર્તુળોમાં ભરતસિંહની તબિયત અંગે ચિંતાની લાગણી પ્રસરી ગઈ હતી.
ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સ્પષ્ટતા કરી હતી કે, આ વિડીયો 20 દિવસ જૂનો છે અને ભરતસિંહની તબિયત સારી છે. તેમને હાલ કસરત કરાવવામાં આવી રહી છે. ભરતસિંહ હાલ વહીલચેર પર અવરજવર પણ કરી રહ્યા છે. ચાવડાએ કહ્યું કે, આ ફિઝિયોથેરાપીની સારવાર બાદ કિડનીની પણ સમસ્યા થઈ હતી પણ તે પણ હવે રિકવરી તરફ છે તેથી તેમની તબિયત અંગે કોઈ ચિંતા કરવા જેવું નથી. એ પછી કોંગ્રેસ તથા હોસ્પિટલ દ્વારા સતત સોલંકીની તબિયત સારી હોવાના સમાચાર અપાતા રહ્યા છે.
101 દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Oct 2020 10:57 AM (IST)
પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીને આજે 101 દિવસ બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. કોરોના પોઝિટિવ આવતાં તેઓ 101 દિવસથી સારવાર હેઠળ હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -