અમદાવાદઃ કોંગ્રેસના ટોચના નેતા ભરતસિંહ સોલંકીની તબિયત લથડતાં કોંગ્રેસમાં ચિંતાનો માહોલ છે. કોરોનાનો ભોગ બનેલા ભરતસિંહને વેન્ટિલેટર પર ખસેડાયા છે. અમદાવાદની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ભરતસિંહ સોલંકીને મંગળવારે વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે તેમનાં ફેફસા પર અસર હોવાથી ઓક્સિજનની વધુ માત્રામાં જરૂર પડતી હોવાથી વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે. ભરતસિંહ સોલંકીને શ્વાસ લેવામાં સમસ્યા સર્જાઇ રહી હોવાથી વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે.
કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીને રાજ્યસભાની ચૂંટણી પછી કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પહેલા તેમણે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી, પરંતુ તબિયત બગડતા તેમને અમદાવાદની હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી તેઓ અમદાવાદની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
ભરતસિંહ ઝડપથી સાજા થાય તે માટે કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભગવાનને પ્રાર્થના કરવામાં આવી રહી છે. ભરતસિંહ સોલંકીની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. ભરતસિંહને શ્વાસ લેવામાં તકલીફ સિવાય કોઇ સમસ્યા ન હોવાનું જાણવા મળ્યું છે.
કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીને કઈ સમસ્યા સર્જાતાં વેન્ટિલેટર પર મૂકવા પડ્યા ? કોંગ્રેસમાં ચિંતાનો માહોલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Jul 2020 09:55 AM (IST)
તેમનાં ફેફસા પર અસર હોવાથી ઓક્સિજનની વધુ માત્રામાં જરૂર પડતી હોવાથી વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -