અમદાવાદઃ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોમાં વધારો થતાં એક પછી એક નિયંત્રણો લગાવવામાં આવી રહ્યાં છે. આ સિલસિલો ચાલુ રાખતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બુધવારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને  AMTS અને BRTSની બસો 50% સિટિંગ કેપેસિટી સાથે દોડાવવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયનો અમલ ગુરૂવાર ને 6 જાન્યુઆરી 2022થી કરવામાં આવશે.


આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ તથા ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન વલ્લભ પટેલ  જણાવ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભારતમાં જાહેર પરિવહનની સુવિધા પુરી પાડવા અંગે કામગીરી કરવામાં અગ્રેસર છે.  તેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ, અમદાવાદ જનમાર્ગ લી. દ્વારા શહેરીજનોને જાહેર પરિવહનની સેવા પૂરી પાડવામાં આવે છે.


હાલમાં AMTSની 180 બસો અને BRTSની 350 બસો મળી કુલ 930 બસો સંચાલનમાં છે. આ તમામ બસો રાબેતા મુજબ ચાલુ રહેશે પણ વર્તમાન સમયમાં કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખી શકાય તે હેતુથી 50% સિટિંગ કેપેસિટી સાથે  6-1-2022થી બસો દોડશે.


મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ શહેરીજનોને કોરોના પ્રોટોકલનું પાલન કરવા વિનંતિ પણ કરવામાં આવી છે. આ પ્રોટોકલ પ્રમાણે દરેક પ્રવાસીએ માસ્ક ફરજીયાત પહેરેલું હોવુ જોઈએ. 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના પ્રવાસીઓના કોવિડ 19 વેક્સિનની સર્ટિફિકેટની ખરાઈ કરવામાં આવશે.  વેક્સિન લીધી ન હોય અથવા તો જેમનો વેક્સિનનો બીજો ડોઝ ડયુ થયેલ હોય અને ડોઝ લીધેલ ન હોય તેવા પ્રવાસીઓને AMTS અને BRTS બસમાં મુસાફરી કરવા દેવામાં આવશે નહી. આ પ્રોટોકલનું પાલન થાય તે માટે અલગ-અલગ જગ્યાએ અધિકારી, સુપરવાઈઝરી ટીમ અને વિજિલન્સ ટીમને જવાબદારી સોંપવામાં આવી છે.


હાલમાં ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે અને દરરોજ કોરોનાના 1200થી વધુ કેસો નોંધાવા લાગ્યા છે તેના કારમે અન્ય શહેરોમાં પણ આ પ્રકારનાં નિયંત્રણ આવી શકે છે. 


 


PM Modi Punjab Rally: PM મોદીની ફિરોઝપુર રેલી રદ, ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો


દેશમાં તરુણોની વેક્સિનને લઈને મોટા સમાચારઃ ત્રણ જ દિવસમાં એક કરોડથી વધુ તરુણોએ લીધો રસીનો પહેલો ડોઝ


Surat corona high alert : કોરોના કેસો વધતાં સુરત હાઈ એલર્ટ પર, જાણો મ્યુનિ. કમિશનરે શું આપ્યો આદેશ?


Gujarat Corona Guideline : ગુજરાત પોલીસે કોરોના સંક્રમણને પગલે લીધો વધુ એક મોટો નિર્ણય, જાણો શું કરી જાહેરાત?