અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી કોરોનાની સારવાર માટે સિમ્સ હોસ્પિટલમાં લાંબા સમયથી દાખલ થયા છે. ત્યારે તેમની તબિયતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હાલ, ભરતસિંહ સોલંકી આઈસીયુ માં દાખલ છે. જોકે, તેમની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. ડાયાલિસીસ કરવામાં આવે છે. તેમજ અન્ય રિપોર્ટ સામાન્ય સામાન્ય આવ્યા છે.

સિમ્સ હોસ્પિટલના જણાવ્ય પ્રમાણે, ગુજરાત રાજ્યના કોંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ શ્રી ભરતભાઈ સોલંકી અત્યારે નોવેલ કોવિડ-19 ની ટ્રીટમેન્ટ માટે અમદાવાદ ખાતે આવેલ CIMS હોસ્પિટલ ના આઈસીયુમાં દાખલ થયેલ છે. અત્યારે સંપૂર્ણ હોંશ, જાગૃત સ્થિતિમાં છે. દિવસ દરમિયાન વેન્ટીલેટર (સી-પેપ ) ટી પીસ ના નહિવત્ સપોર્ટ પર છે. સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. સ્નાયુઓની નબળાઈ છે. કીડની પર અસર થતા નિયમિત ડાયાલીસીસ કરવામા આવી રહ્યું છે. હાલ તેઓની સ્થિતિ સ્થિર બની રહી છે. બીજા રીપોર્ટ સામાન્ય થઈ રહ્યા છે.