અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક કેસો હજારને પાર થઈ ગયા છે. આ બધાની વચ્ચે ગુજરાતના લોકો માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે. રાહતના સમાચાર એ છે કે ગુજરાતમાં કોરોનાથી સ્વસ્થ થવાનો રેસિયો ઉત્તરોત્તર વધી રહ્યો છે. જેને કારણે નવા કેસો આવવા છતાં એક્ટિવ કેસો કંટ્રોલમાં છે.


ગુજરાતમાં હાલ, કોરોનાનો રિકવરી રેટ 78.40 ટકા છે. એટલું જ નહીં, જ્યાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ છે, એવા અમદાવાદ અને સુરતમાં પણ સ્થિતિ થોડી કંટ્રોલમાં જોવા મળી રહી છે. કારણ કે, આ બંને જિલ્લાઓમાં પણ દર્દીઓ ઝડપથી રિકવર થઈ રહ્યા છે. જેને કારણે અહીં પણ એક્ટિવ કેસો કંટ્રોલમાં છે.

ગઈ કાલની જ વાત કરીએ તો 17મી ઓગસ્ટે 1033 નવા કેસ આવ્યા હતા. જેની સામે 1083 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આમ, નવા આવેલા કેસો કરતાં રિકવર થનારા દર્દીઓની સંખ્યા વધુ હતી. આવી જ રીતે સુરત કોર્પોરેશનમાં 168 કેસ નોંધાયા હતા, જેની સામે 298 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. અમદાવાદ કોર્પોરેશનમાં 145 કેસ નોંધાયા હતા, જેની સામે 165 દર્દીઓ રિકવર થયા હતા.