શહેરના અલગ અલગ વિસ્તારમાં એક્ટિવ કેસોની વાત કરીએ તો, પશ્ચિમ ઝોનમાં કોરોનાના એક્ટિવ કેસના દર્દીઓનો આંકડો ૬૧૪એ પહોંચ્યો છે. દક્ષિણ ઝોનમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો ૫૧૧ પર પહોંચ્યો છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો ૪૭૩ પર પહોંચ્યો છે.
જ્યારે ઉત્તર પશ્ચિમ ઝોનમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો ૫૯૧ એ પહોંચ્યો છે. મધ્ય ઝોનમાં ૩૩૯ તો પૂર્વ ઝોનમાં ૩૩૧ કોરોનાના એક્ટિવ કેસ છે. શહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો ૩૫,૨૫૭ થયો છે. જ્યારે કુલ ૧૭૮૪ દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજ્યા છે.