Ahmedabad News: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં એક બાદ એક ચૌંકાવનારા તથ્યો સામે આવે છે. ક્રાઇમ બ્રાન્ચને તપાસ દરમિયાન મોટી સફળતા મળી છે. PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે ખ્યાતિના મની માફિયાઓની સાંઠગાંઠનો પર્દાફાશ થયો છે. ખ્યાતિ હોસ્પિટલે 1500 રૂપિયામાં દર્દી દીઠ 100 આયુષ્યમાન કાર્ડ બનાવ્યાનો ઘટસ્ફોટ થયો છે. 1500થી 2 હજાર રૂપિયામાં 3 હજાર આયુષ્યમાન કાર્ડ બનાવ્યાનો ખુલાસો થયો છે. PMJAYની કોન્ટ્રાકટ કંપની એન્સરનો ગુજરાત હેડ નિખિલ પારેખ મુખ્ય આરોપી છે. કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતની પણ સંડોવણી હોવાથી ફરિયાદ નોંધાઇ છે. કંપનીના માસ્ટર લોગઈન આઈડીને પ્રતિ માસ 20 હજારમાં ભાડે આપતા હતા. છથી સાત એજન્ટો સમગ્ર કૌભાંડ ચલાવતા હોવાનો તપાસમાં ખુલાસો થયો છે.એન્સર કોમ્યુનિકેશન કંપનીનો અન્ય રાજ્યો સાથે પણ કોન્ટ્રાકટની માહિતી મળી છે. સત્તાવાર પોર્ટલમાં સૉર્સ કોડ બદલી રૂપિયા લઈને 3 હજારથી વધુ કાર્ડ ઈશ્યુ કરાવાતા હતા.
ઉલ્લેખનિય છે કે આ કાર્ડ ગરીબથી મધ્યમ વર્ગને વિના મુલ્યે સુવિધા મળે માટે ઇસ્યુ કરવામા આવ્યું છે પરંતુ આ કાર્ડને લઇને પણ થતી હોસ્પિટલ સાથેની સાંઠગાંઠ અને ગેરરિતીને લઇને સિસ્ટમ સામે ગંભીર સવાલ ઉઠવા સ્વાભાવિક છે. ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં પાંચ વર્ષમાં PMJAY હેઠળ 47 લાખથી વધુ દર્દીની સારવાર થઇછે.
PMJAY હેઠળ સારવારમાં ગુજરાત દેશમાં સાતમાં ક્રમે છે. PMJAY હેઠળ ગેરરિતીમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે છે. સારવાર લેનારા અને પાત્રતા વિનાના કેટલા લાભાર્થીએ સારવાર લીધી તે તપાસનો વિષય ચોક્કસ છે. PMJAYનો લાભ લેનારામાં તમિલનાડુ સૌથી પ્રથમ ક્રમાંકે છે. તમિલનાડુમાં યોજના હેઠળ 96.80 લાખથી વધુ દર્દીએ સારવાર લીધી છે.
આ પણ વાંચો
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી