અમદાવાદઃ ભાજપના કોર્પોરેટરનો લાંચ લેતો કથિત વીડિયો વાયરલ, જાણો વિગત
abpasmita.in | 23 Aug 2019 06:19 PM (IST)
મળતી જાણકારી અનુસાર, સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ઈસનપુર વોર્ડના ભાજપના કોર્પોરેટર પુલકિત વ્યાસનો ગેરકાયદે બાંધકામ મામલે લાંચ માંગતા જોવા મળી રહ્યા છે.
અમદાવાદઃઅમદાવાદના ઈસનપુરના ભાજપના કોર્પોરેટર પુલકિત વ્યાસનો લાંચ લેતો કથિત વીડિયો વાયરલ થયો છે. લાંભાનો બિલ્ડર કોર્પોરેટર પુલકિત વ્યાસને 10 હજાર રૂપિયા આપતા વીડિયોમાં જોવા મળી રહ્યા છે.આ બિલ્ડર લાંભાનો ટીનો દરબાર હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. એબીપી અસ્મિતા આ કથિત વાયરલ વીડિયોની કોઈ પણ રીતે પુષ્ટી કરતું નથી. આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ હતું કે, કોઈ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ ગેરરીતિ કરી ગેરવ્યાજબી માંગણી કરતા હોય એ સહેજ પણ ચલાવી લેવાશે નહીં. જ્યાં પણ આવા કિસ્સા ધ્યાને આવે છે ત્યારે પક્ષ તરફથી તાત્કાલિક યોગ્ય પગલાં ભરવામાં આવે છે. મળતી જાણકારી અનુસાર, સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ઈસનપુર વોર્ડના ભાજપના કોર્પોરેટર પુલકિત વ્યાસનો ગેરકાયદે બાંધકામ મામલે લાંચ માંગતા જોવા મળી રહ્યા છે. કોર્પોરેટર પુલકિત વ્યાસ અનેક અધિકારીઓના નામ લઇને તેઓને સાચવી લેવાની વાત કરતા પણ સાંભળી શકાય છે. વીડિયોમાં દેખાય છે કે બિલ્ડર પુલકિત વ્યાસને 10 હજાર રૂપિયા આપી રહ્યા છે પરંતુ તે 15 હજારની માંગણી કરી રહ્યા છે.