અમદાવાદ: કોરોના વાયરસની સારવારમાં  વપરાતા ઈન્જેક્શન રેમડેસિવિરના  કાળા બજારી બાદ હવે મ્યુકોરમાઇકોસિસ રોગના દર્દીઓને આપવામાં આવતા ઈન્જેકશનની કાળાબજારીનો  સિલસિલો શરૂ થયો છે.  અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આવી જ એક ટોળકીને દબોચી લીધી છે. આરોપી વિશિષ્ટ પટેલ, પ્રજ્ઞેશ પટેલ, નીરવ પંચાલ તથા સ્મિત રાવલ નામના ચારેય શખ્શો મ્યુકોરમાઇકોસિસ વાયરસના દર્દીઓના સારવારમાં વપરાતા ઇન્જેક્શનને ઊંચા ભાવે વેચતા હોવાની હકીકત સામે આવી હતી. જેના આધારે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે છટકું ગોઠવીને આ ચારેય શખ્સોની ધરપકડ કરી લીધી છે.


રેમડેસિવિર ઈન્જેક્શન બાદ હવે એમ્ફોટેરેસીનની કાળાબજારી સામે આવી છે. ક્રાઈમ બ્રાંચે ઈન્જેક્શની કાળાબજારીમાં ચાર શખ્સોની ધરપકડ કરી છે અને 8 ઈન્જેકશન સાથે 80 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. 


આરોપીઓ મ્યુકોરમાઇકોસિસ વાયરસના ઈન્જેક્શનને ઊંચી કિંમત વેચતા હતા. એક ઈન્જેક્શનના દર્દીઓના પરિવારજનો પાસેથી રૂપિયા 10 હજાર વસૂલવામાં આવતા. જોકે આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળતા છટકું ગોઠવીને આ ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હાલ આ ચારેય આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા  પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. 


અત્યાર સુધી તો માત્ર રેમડેસિવર ઇન્જેક્શનની કાળા બજારી થતી હતી. પરંતુ હવે એમ્ફોટેરેસીન-B નામના ઇન્જેક્શન જે મ્યુકોરમાઇકોસિસ દર્દીઓને આપવામાં આવતા હોય છે, તે ઈન્જેક્શન કાળા બજારી કરનારા શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે. 


શું છે બ્લેક ફંગસ અથવા મ્યુકોરમાઈકોસિસ ?


 


બ્લેક ફંગસ એક દુર્લભ પ્રકારનું ઇન્ફેક્શન છે. આ ઇન્ફેક્શન શરીરમાં બહુજ ઝડપથી ફેલાય છે.  બ્લેક ફંગસનુ સંક્રમણ મોટાભાગના દર્દીઓમાં જોવા મળ્યુ છે, જે ડાયાબિટીસથી પીડિત છે. અગાઉથી સ્વાસ્થ્યની સમસ્યાથી પીડાય રહેલા શરીરમાં વાતાવરણમાં હાજર રોગજનક વાયરસ, વેક્ટેરીયા અથવા અન્ય પેથોડન્સ સામે લડવાની ક્ષમતા ઓછી થઈ જાય છે.  આ ફંગસના કારણે મસ્તિષ્ક, ફેફસા અને ચામડી પર પણ  અસર જોવા મળે છે. આ કારણે કેટલાક દર્દીઓના જડબા અને નાકના હાકડાં પણ ઓગળી જાય છે. જો સમય રહેતા આનો ઇલાજ ના મળે તો દર્દીનુ મોત પણ થઇ શકે છે.