અમદાવાદ: 24મી ફેબ્રુઆરીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાત લેવાના છે. ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમદાવાદનાં મોટેરામાં નવનિર્મિત વિશ્વનાં સૌથી મોટા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે. અમદાવાદ એરપોર્ટ પર ડોનાલ્ડ ટ્રમ્પનું મહાનુભાવો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.
ટ્રમ્પનાં ભારત પ્રવાસ માટેની સુરક્ષા તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. બીજી તરફ મોટેરા સ્ટેડિયમમાં બોલિવૂડનાં નામાંકિત કલાકારો એ.આર રહેમાન, શાન અને સોનુ નિગમ, કિર્તીદાન અને પાર્થિવ ગોહિલને આમંત્રણ આપવામાં આવ્યું છે ત્યારે આ કલાકોરો જ સ્ટેજ પર્ફોર્મન્સ આપે તેવી સંભાવના છે.
મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પનાં કાર્યક્રમમાં બોલીવુડનાં જાણીતા ગાયક કલાકાર એ.આર.રહેમાન, સોનુ નિગમ અને શાનને મોટેરા સ્ટેડિયમ આવવાનાં છે.
આ ઉપરાંત બીસીસીએસના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી, સચિન તેંડુલકર, પાર્થિવ પટેલ, જસપ્રીત બુમરાહને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાતનાં મોટા ગાયકો કિર્તીદાન ગઢવી અને પાર્થિવ ગોહિલને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
મોટેરા સ્ટેડિયમમાં બોલિવૂડ અને ઢોલિવૂડના કયા-કયા કલાકારો પર્ફોર્મ કરશે? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Feb 2020 01:02 PM (IST)
મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પનાં કાર્યક્રમમાં બોલીવુડનાં જાણીતા ગાયક કલાકાર એ.આર.રહેમાન, સોનુ નિગમ અને શાનને મોટેરા સ્ટેડિયમ આવવાનાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -