બોલીવુડ સિંગર પામેલા જૈન અમદાવાદની મૂલાકાતે
abpasmita.in | 01 Oct 2016 07:12 PM (IST)
અમદાવાદ: નવલી નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે બોલિવૂડ સિંગર પામેલા જૈન અમદાવાદની મુલાકાતે છે. પહેલા નોરતે તેઓ વાયએમસીએ ક્લબમાં ખૈલૈયાઓને પોતાના સૂરોથી ગરબે રમાડશે.આ સાથે આજકાલ દેશમાં પાકિસ્તાન કલાકારોનો બહિષ્કાર થઈ રહી છે તે વિશે પણ વાત કરી હતી અને કહ્યું કે આપણાં કલાકારોને પણ પાકિસ્તાનમાં માન સન્માન મળવું જોઈએ. અભિનેતા સલમાન ખાને પાકિસ્તાની કલાકારોનો સપોર્ટ કર્યો છે તેનો પણ પામેલાએ વિરોધ કર્યો છે.