અમદાવાદના બોપલ વિસ્તારમાં સોસાયટી અને કેન્ટોન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે ત્યારે બોપલ વિસ્તારમાં મુખ્ય સ્થળોએ બેરીકેટ લગાઈ દેવામાં આવ્યા છે જેટલા પણ વાહન ચાલકો આવી રહ્યા છે તેમને બીજા રસ્તો પકડવાની ફરજ પડી રહી છે આ વિસ્તારમાં ગઇકાલે ૧૩ જેટલા પોઝિટિવ કેસ આવતા જ નગરપાલિકા દ્વારા આ એક નિર્ણય લેવામાં આવ્યો છે અને 12 સોસાયટીને કેન્ટોનમેન્ટ ઝોન જાહેર કર્યું છે.
બોપલ નગરપાલિકા વિસ્તારમાં ક્લસ્ટર તેમજ બફર ઝોન નક્કી કરવામાં આવેલ વિસ્તારમાં રાધે પાર્ટી પ્લોટથી રીંગરોડ પર આવેલ સ્વામીનારાયણ મંદીર સુધી, સેફરોની અપાર્ટમેન્ટથી એચ.પી. પેટ્રોલપંપ સુધી, હનુમાનજી મંદીર સરકારી ટયુબવેલથી મદનમોહન બંગલો, રંગસાગર સોસાયટીના ખુણા સુધી, વકીલ સાહેબ બ્રીજ થી કાળુપુર બેંક સુધી, મેઘના સોસાયટીથી શાકમાર્કેટ સુધીના તમામ રસ્તા ઇમરજન્સી સેવા સિવાય તમામ માટે બંધ કરવામાં આવેલ છે. બોપલ અને ઘુમા ગામને જોડતો મુખ્ય રસ્તો બંધ કરાયો છે.
અમદાવાદ જિલ્લામાં દસક્રોઇ તાલુકામાં રવિવારે બોપલમાં કદમ ફ્લેટ, પરમધામ, પ્રતિક્ષા એપોર્ટમેન્ટ, મોરલ ફ્લેટમાંથી કોરોના પોઝિટિવના કેસ મળ્યા હતા. સાણંદના માણકોલ ગામે એક વ્યક્તિનું કોરોનામાં મોત થયું છે. જિલ્લામાં કુલ ૫૦ કેસ કોરોના પોઝિટિવના નોંધાઇ ચૂક્યા છે.
જિલ્લામાં રવિવારે ૧૬૬ સેમ્પલ લેવાયા હતા. જેમાંથી ૬ કેસ પોઝિટિવ આવ્યા હતા. ૩૭૭ લોકોને 'હોમ કોરને્ટાઈન' કરાયા છે. અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુના જણાવ્યા મુજબજિલ્લામાં ૧૫ ગામોને રેડ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. જ્યાં વધુ તકેદારી રખાશે.
રવિવારે જિલ્લાના તમામ ૪૬૪ ગામોમાં એકસાથે સેનેટાઇઝેશનની કામગીરી કરાઇ હતી. જેમાં જિલ્લાની ૧૬ લાખની વસ્તીને આવરી લેવાઇ છે.
૧૦૦ ફોગર મશીન, ૧ મોટુ વ્હિકલવાળુ કેનેન ફોગર મશીન, ૩૦૦ જેટલા નાના પંપ અને અન્ય ૫૦૦ વાહનોને અને ગ્રામ યોદ્ધા કમિટી સહિતના ૨૦ હજાર લોકોને આ મેરેથોન કોમમાં જોતરવામાં આવ્યા હતા.