Covid 19: અમદાવાદમાં નવા 274 કેસ અને 23 મોત, શહેરમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 3817
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 May 2020 08:23 PM (IST)
અમદાવાદમાં આજે વધુ નવા 274 કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 3817 પર પહોંચી છે. અમદાવાદમાં વધુ 23 લોકોના મોત થયા છે આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 208 લોકોના મોત થયા છે,
અમદાવાદ : અમદાવાદમાં આજે વધુ નવા 274 કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 3817 પર પહોંચી છે. અમદાવાદમાં વધુ 23 લોકોના મોત થયા છે આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 208 લોકોના મોત થયા છે, જ્યારે 533 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 374 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 28 લોકોનાં મોત થયા છે. અમદાવાદમાં સૌથી વધુ 23 લોકોના મોત થયા છે, જ્યારે સુરતમાં-2, વડોદરા- 1, ગાંધીનગર 1 અને આણંદ 1 મોત થયું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વધુ 146 લોકો કોરોનાના ભરડામાંથી બહાર આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1042 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 80060 ટેસ્ટ થયા જેમાં 5428 પોઝિટિવ આવ્યા છે. રાજ્યમાં કુલ 5428 કોરોના કેસમાંથી 31 દર્દી વેન્ટિલેટર પર છે અને 4065 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1042 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 80060 ટેસ્ટ થયા જેમાંથી 5428 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.